HomeGujaratJay javan nagrik samiti તરફથી 22 વીર જવાનોના પરિવાર ને અપાશે સહાય-...

Jay javan nagrik samiti તરફથી 22 વીર જવાનોના પરિવાર ને અપાશે સહાય- India News Gujarat

Date:

 Jay javan nagrik samiti  તરફથી 22 વીર જવાનોના પરિવાર ને અપાશે સહાય- India News Gujarat

Jay javan nagrik samiti સુરત છેલ્લા ૨૩ વર્ષથી શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. આગામી ૨૬મી જુલાઈ કારગીલ વિજય દિને સુરતમાં વિર જવાનોની વીરગતિને સલામ કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. નાગરિક તરીકેનું  ઉત્તરદાયીત્વના ભાગરૂપે ચાલતી Jay javan nagrik samitiની આ પ્રવૃત્તિમાં સુરતના નાગરિકો અને શાળાના બાળકોનો નોંધનીય સહયોગ છે. દર વર્ષે કારગીલ વિજયદિને Jay javan nagrik samiti દ્રારા સમર્પણ  ગૌરવ સમારોહમાં વિર જવાનોના પરિવારોને સુરત ખાતે આમંત્રિત કરી જાહેર અભિવાદન સાથે Jay javan nagrik samiti  દ્વારા સહાય અર્પણ થાય છે. Jay javan nagrik samiti સુરત છેલ્લા ૨૩ વર્ષથી શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. આગામી ૨૬મી જુલાઈ કારગીલ વિજય દિને સુરતમાં વિર જવાનોની વીરગતિને સલામ કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. નાગરિક તરીકેનું  ઉત્તરદાયીત્વના ભાગરૂપે ચાલતી આ પ્રવૃત્તિમાં સુરતના નાગરિકો અને શાળાના બાળકોનો નોંધનીય સહયોગ છે. દર વર્ષે કારગીલ વિજયદિને સમર્પણ ગૌરવ સમારોહમાં વિર જવાનોના પરિવારોને સુરત ખાતે આમંત્રિત કરી જાહેર અભિવાદન સાથે સહાય અર્પણ થાય છે.- India News Gujarat

Jay javan nagrik samitiની સાત ટીમો શહીદ પરિવારોની મુલાકાતે – India News Gujarat

Jay javan nagrik samitiની યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ  વર્ષે ગુજરાતના ૧૮ જવાનો જુદા જુદા કારણોસર વીરગતિ પામ્યા છે. તે તમામ પરિવારોની મુલાકાતે Jay javan nagrik samiti સુરતથી ૭ ટીમ રવાના થઇ છે. Jay javan nagrik samitiના કાર્યકર્તાની ટીમ પરિવારોને સુરતની જનતાનો સંદેશ – મોમેન્ટો આપશે. પરિવાર અંગે માહિતી મેળવશે. કારગીલ વિજય દિને પરિવારને સુરત આવવા નિમંત્રણ આપે છે. જે પરિવાર સુરત નથી આવી શકે તેમ તેને દરેકને રૂપિયા એક લાખની સહાય અર્પણ કરવામાં આવે છે.  Jay javan nagrik samitiના  ભાવેશભાઈ રફાળીયા, શ્રી કિરણભાઈ ઠુંમર  અને શ્રી દીલીપભાઈ વરસાણીની યુવા ટીમે જુનાગઢના સરમા ગામે વીર શહીદ કેશુભાઈ દેવાભાઈ બાલસના પરિવારની મુલાકાત લઇ રૂપિયા ૧ લાખનો ચેક અર્પણ કરેલ છે. તે ઉપરાંત જૂનાગઢ નજીકના કણેરી ગામે વીર શહીદ મહેશસિંહ લખુભા મક્કાના પરિવારની મુલાકાત લઇ કારગીલ વિજયદિને સુરત આવવા માટે Jay javan nagrik samiti સુરત વતિ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.    Jay javan nagrik samiti સુરતના કાર્યકર્તાઓની એક ટીમ કે.બી. મારકણાની આગેવાનીમાં જીતુભાઈ પટોળીયા, મનજીભાઈ ડાંખરા અને દીપકભાઈ રામોલીયા છોટાઉદેપુર જીલ્લાના અલ્હાદપુર ગામે વિરશહીદ બારિયા તુલસીભાઈ રયજીભાઈના પરિવાર તથા ખેડા જીલ્લાના વણઝારીયા ગામના વિરશહીદ પરમાર હરીશકુમાર રાધાભાઈના પરિવારની મુલાકાત લઇ સુરતની જનતાની લાગણી પહોચાડવામાં આવી છે. તે ઉપરાંત ખેડા જીલ્લાના ઘડિયા ગામના વિરશહીદ પરમાર હિતેશકુમાર બુધાભાઈના પરિવાર તથા ગાંધીનગર જીલ્લાના કંથારપુર ગામના વિરશહીદ સોલંકી જયદીપસિંહ રૂપસિંહના પરિવારને રૂબરૂ મળી સહાય તથા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. Jay javan nagrik samitiના   એડવોકેટ અરવિંદભાઈ ધડુકની આગેવાનીમાં શ્રી કાળુભાઈ શેલડીયા, શ્રી વાઘજીભાઈ સભાડીયા અને શ્રી મુકેશભાઈ રાસડીયાએ કેશોદના વિરશહીદ કરશનભાઈ આંબલીયાના પરિવારને રૂબરૂ મળી સુરતની જનતાના રાષ્ટ્રભાવ સાથે સન્માન સાથે સહાય અર્પણ કરી છે.- India News Gujarat

Jay javan nagrik samitiના સમર્પણ ગૌરવ સમારોહ કાર્યક્રમમાં આવવા માટે -India News Gujarat

Jay javan nagrik samiti સુરત તરફથી યોજાનાર સમર્પણ ગૌરવ સમારોહ અંતગર્ત ગુજરાતના ૧૮ વીરજવાનો સહીત કુલ ૨૨ વીર જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરવામાં આવનાર છે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના અધ્યક્ષ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં રાજ્યના આઈ.જી શ્રી સુભાષભાઈ ત્રિવેદી (IPS) મુખ્ય મહેમાન છે. કારગીલ યુધ્ધમાં દાખવેલ વીરતા બદલ મહાવીર ચક્ર થી સન્માનિત કારગીલ હીરો દીગેન્દ્રકુમાર યાદવ ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહેનાર છે. બ્રિગેડીયર બી. એસ. મહેતા અને લેફ. કર્નલ મુકેશ રાઠોડ હમેશા સંસ્થાના માર્ગદર્શક રહ્યા છે. તેઓ ની ઉપસ્થિતી કાર્યકર્તાઓ ને પ્રેરણા આપશે.  જવાનોના પરિવારો ને મદદ રૂપ થવાનું સૌભાગ્ય સમજે છે તેવા ખરા રાષ્ટ્ર પ્રેમી શ્રી મનહરભાઈસાસપરા, શ્રી ભરતભાઈ શાહ અને નિવૃત પ્રોફેસર કોકિલાબેન મજેઠીયા અતિથી વિશેષ તરીકે ઉપસ્થિતિ રહેનાર છે. Jay javan nagrik samiti સુરત તરફથી યોજાનાર સમર્પણ ગૌરવ સમારોહ અંતગર્ત ગુજરાતના ૧૮ વીરજવાનો સહીત કુલ ૨૨ વીર જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરવામાં આવનાર છે. કદાચ આ પહેલો એવો કાર્યક્રમ છે કે જેમાં આવવાની અનુકુળતા અને ઈચ્છા હોય તેમણે સંસ્થાની ઓફિસે થી પ્રવેશ પાસ મેળવવો પડે છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અને દિવસ ભરની કાર્યક્રમોમાં પધારવા જાહેર નિમંત્રણ છે. તે માટે પ્રવેશ પાસની જરૂર નથી પરંતુ સમર્પણ ગૌરવ સમારોહમાં હોલની ક્ષમતા કરતા વધુ લોકોને આવવા ની ઈચ્છા હોય છે. રાષ્ટ્રભાવના થી યોજાતા આ કાર્યક્રમમાં કોઈને પરત જવું ન પડે અને સાથે સાથે હોલમાં એક પણ બેઠક ખાલી ન રહે તે માટે દેશભક્તિ ના આ કાર્યક્રમમાં જેમને કાર્યક્રમમાં આવવાની ઈચ્છા અને અનુકુળતા હોય તેમણે જાતે પ્રવેશ પાસ મેળવવા પડશે. દાતાશ્રીઓ, સભ્યશ્રીઓતથા શહેરના અગ્રણીઓ ને નિમંત્રણ કાર્ડ મોકલ્યા છે. તે પૈકી જે પ્રવેશ પાસ માંગશે તેમને આપવામાં આવશે. આવો અનોખો રાષ્ટ્ર ચેતના સભર કાર્યક્રમ સુરત શહેર ની ઓળખ છે. – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Sharbazar – શેરબજાર સતત ચોથા દિવસે લીલા રંગમાં ખુલ્યું, સેન્સેક્સ 120 પોઈન્ટ વધીને 53530 પર

આપ આ પણ વાંચી શકો છો-Booster dose -આજથી તમામ પુખ્ત વયના લોકો માટે મફત કોવિડ બૂસ્ટર ડોઝ

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories