Iron Rod Theft Scam : પોલીસ દરોડો પાડીને રંગેહાથે 11 આરોપીને ઝડપી પાડયા ગેંગ દ્વારા અનેક ટ્રકો માંથી લોખંડના સળિયા ચોર્યાનું કબૂલ્યું.
સુરત ગ્રામ્યમાં ચાલતું હતું સળિયા ચોરીનું નેટવર્ક
વાત કરીએ લોખંડના સળિયા ચોરીના મસમોટા નેટવર્ક ની.. તો કઈ રીતે સુરત ગ્રામ્યમાં ચાલતું હતું સળિયા ચોરીનું નેટવર્ક, કોણ કોણ સંડોવાયેલા અને માસ્ટર માઈન્ડ કોન…. સમગ્ર બાબતે જોઈએ અમારો આ અહેવાલ..
કન્ટેનર ચાલકો સહીત માસ્ટર માઈન્ડને ઝડપી પાડ્યા
સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસના જાપ્તામાં ઉભેલા આ ઈસમો સળિયા ચોર ગેંગના સાગરીતો છે. આ ગેંગ છેલ્લા કેટલા સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય હતી.. તો બીજી તરફ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચના હતી કે હાઇવે પર માલ વાહક વાહનો માંથી થતી મિલકત ચોરી મુદ્દે પોલીસ સતર્ક રહે અને અધિકારીઓની આ સૂચના બાદ સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસ વોચમાં હતી એ દરમ્યાન બાતમી મળતા પોલીસ હરકતમાં આવી અને ચોરેલા સળિયા ચોર ટોળકી સંગેવગે કરે ત્યાંજ પોલીસ ત્રાટકી અને કન્ટેનર ચાલકો સહીત માસ્ટર માઈન્ડને ઝડપી પાડ્યા હતા.
Iron Rod Theft Scam : 11 લોકોને ચોરેલા સળિયા સાથે રંગેહાથે ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા
પોલીસના હાથે ઝડપાયેલ આરોપીમાં મહેન્દ્ર ચારણ માસ્ટર માઈન્ડ હતો. મહેન્દ્ર ચારણ ગેંગ હાઇવે પર આવતા લોખંડ ભરેલા કન્ટેનર ચાલકોને વિશ્વાસમાં લેતા અને તેમની સાથે મળી કન્ટેનરમાં મુકેલા લોખંડના જથ્થા માંથી એક ભાગ કાઢી લેતા આવું અનેક કન્ટેનરમાં કરતા અને સળિયાનો મોટો જથ્થો થાય એને બારોબાર ઊંચી કિંમતે વેચી દેતા હતા. કામરેજના કૉસમાડા ગામની સીમમાં સમીર પટેલના ગોડાઉનમાં રેડ કરતા જ્યાં કન્ટેનરો માંથી સળિયા ચોરવાની પવૃત્તિ ચાલુ હતી એજ દરમ્યાન પોલીસ ત્રાટકી અને પોલીસ કન્ટેનર ચાલકો સહિત 11 લોકોને ચોરેલા સળિયા સાથે રંગેહાથે ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા.
તમે આ પણ વાંચી સકો છે :
તમે આ પણ વાંચી સકો છે :
NDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો કેસ