HomeGujaratIRCTC Ticket Booking પ્રોસેસ બદલાઈ-India News Gujarat

IRCTC Ticket Booking પ્રોસેસ બદલાઈ-India News Gujarat

Date:

IRCTC Ticket online Booking પ્રોસેસ બદલાઈ

IRCTC:જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરવા માટે ઓનલાઇન ટિકિટ (Online Train Ticket) બુક કરો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. આઈઆરસીટીસીએ એપ (IRCTC App) અને વેબસાઈટના માધ્યમથી કરવામાં આવતી ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ઓનલાઇન ટ્રેન ટિકિટ બુક કરવાવાળા યુઝર્સએ પોતાનું અકાઉન્ટ વેરિફાઈ (Railway Booking Process) કરવાનું રહેશે. ત્યારબાદ જ તેઓ ટ્રેન ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે.

મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી વેરિફાઈ

વેરિફિકેશન માટે તમારે મોબાઈલ નંબર (Mobile Number) અને ઈમેલ આઈડી (E-mail ID)નો ઉપયોગ કરવો પડશે. તેના વગર તમે હવે ટિકિટ બુક નહીં કરી શકો. ઇન્ડિયન રેલવેની સહયોગી કંપની IRCTC મુજબ હવે યાત્રી વેરિફિકેશન વગર પોતાની ટિકિટ ઓનલાઈન બુક નહીં કરી શકે.-India News Gujarat

આ છે વેરિફિકેશનની પ્રોસેસ

  • – IRCTCની એપ અથવા વેબસાઈટ પર જાઓ અને વેરિફિકેશન વિન્ડો પર ક્લિક કરો.
  • – અહીં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેઈલ આઈડી નાખો. ત્યારબાદ વેરિફાઈ બટન પર ક્લિક કરો.
  • – વેરિફાઈ પર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. તેને એડ કરીને વેરિફાઈ કરો.
  • – ત્યારબાદ ઇ-મેલ આઈડી પર આવેલા કોડને નાખવાથી ઇ-મેલ પણ વેરિફાઈ થઈ જશે.
  • – હવે તમે કોઇપણ ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરી શકશો.

IRCTCના આ નવા નિયમને માત્ર એ મુસાફરો પર જ લાગુ કરવામાં આવશે જેમણે છેલ્લા બે વર્ષોમાં કોરોના મહામારી  શરુ થયા બાદથી એક પણ રેલવે ટિકિટનું બુકિંગ નથી કરાવ્યું. તેમણે પોતાનો ઈમેલ અને મોબાઈલ નંબર વેરિફાઈ કરવાનો રહેશે. જો તમે લાંબા સમયથી ટ્રેનની ટિકિટ બુક નથી કરાવી, તો વેરિફિકેશનની પ્રોસેસ પૂરી કરી દો. તેની રીત એકદમ સરળ છે અને તેને તમે 2 મિનિટમાં પૂરી કરી શકો છો. જો તમે નિયમિત ટિકિટ બુક કરતા હો, તો તમને આ પ્રક્રિયા કરવાની જરૂર નથી.-India News Gujarat

તમે આ વાંચી શકો છો: surat સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ઉઘાડી લૂંટ

SHARE

Related stories

Latest stories