IPO : ચાલુ સપ્તાહે રોકાણની તક મળશે, 3000 કરોડ રૂપિયા માટે 2 કંપનીઓ IPO લાવી-India News Gujarat
- IPO આ અઠવાડિયું LIC ના IPO માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સેબીએ કંપનીને IPO લાવવા માટે 12 મે સુધીનો સમય આપ્યો હતો. આવી સ્થિતિમાં જો કંપનીએ તેનો IPO લાવવો હોય, તો તેણે આ સપ્તાહે તેની લોન્ચ તારીખથી બાકીની તારીખો નક્કી કરવા દબાણ હતું.
- ચાલુ સપ્તાહે બજારમાં 2 IPO (Initial Public Offering) દસ્તક આપવા જઈ રહ્યા છે આ નવા નાણાકીય વર્ષમાં આવનારા પ્રથમ IPO છે. તેમનું કુલ કદ રૂ. 3,000 કરોડની આસપાસ છે. જ્યારે બીજી ખાસ વાત એ છે કે આ અઠવાડિયે દેશના સૌથી મોટા IPO એટલેકે LIC IPOની લોન્ચિંગ તારીખને લઈને એક નવું અપડેટ પણ આવ્યું છે.
- ભારતની સૌથી મોટી વિમા કંપની (LIC)એલઆઇસીનો આઇપીઓ 4 મેના રોજ લોન્ચ થનાર છે. અને, આ આઇપીઓ ( IPO ) 9 મે સુધી ભરી શકાશે.સરકાર આવતા મહિને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC )ના ઈનીશિયલ પબ્લીક ઓફરીંગ (IPO )માં તેનો 3.5 ટકા હિસ્સો (Stake) વેચશે.
Campus IPO 1,400 કરોડનો ઈશ્યુ લાવશે
- Campus Activewear IPO આ અઠવાડિયે સૌથી પહેલા ખુલવા જઈ રહ્યો છે. ફૂટવેર અને એક્ટિવ સ્પોર્ટ્સ વેર બનાવતી આ કંપનીનો IPO આજે 26 એપ્રિલે ખુલ્યો છે. તેનું કદ રૂ. 1,400 કરોડનું હશે. IPO માટે કંપનીએ રૂ. 5 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર માટે રૂ. 278-292 ની ઇશ્યૂ પ્રાઇસ નક્કી કરી છે.
- આ સંપૂર્ણ રીતે વેચાણ માટેની ઓફર (OFS) IPO હશે. કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેરધારકો 4.79 કરોડ શેર વેચશે. આ IPO 28મી એપ્રિલે બંધ થશે. કંપનીના શેર 9 મેના રોજ લિસ્ટ થશે.
Rainbow Medicare IPO 27મીએ ખુલશે
- Rainbow Children’s Medicare માટે આ અઠવાડિયે બીજો IPO આવી રહ્યો છે. તે 27મી એપ્રિલે ખુલશે અને 29મી એપ્રિલે બંધ થશે.
- જ્યારે શેરબજારમાં તેનું લિસ્ટિંગ 10 મેના રોજ થવાનું છે. રૂ. 1,595.59 કરોડના આ IPO માટે કંપનીએ શેર દીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 516-542 રાખી છે. આ IPO માં કંપની રૂ. 280 કરોડના નવા શેર જારી કરશે.
- રેઈન્બો ચિલ્ડ્રન્સ મેડિકેર 1999 થી બાળકો માટે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોની ચેઇન ચલાવે છે. હાલમાં કંપની દેશના 6 શહેરોમાં 14 હોસ્પિટલો અને 3 સિટી ક્લિનિક્સ ધરાવે છે.
LIC IPOની તારીખ જાહેર થઇ
- આ અઠવાડિયું LIC ના IPO માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સેબીએ કંપનીને IPO લાવવા માટે 12 મે સુધીનો સમય આપ્યો હતો. આવી સ્થિતિમાં જો કંપનીએ તેનો IPO લાવવો હોય, તો તેણે આ સપ્તાહે તેની લોન્ચ તારીખથી બાકીની તારીખો નક્કી કરવા દબાણ હતું.
- સરકાર 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા LIC નો IPO લાવવા માગતી હતી પરંતુ રુસો-યુક્રેન યુદ્ધના કારણે સરકારે તેને મુલતવી રાખવો પડ્યો હતો. આખરે તારીખ જાહેર કરી દેવાઈ છે.
- ભારતની સૌથી મોટી વિમા કંપની (LIC )એલઆઇસીનો આઇપીઓ 4 મેના રોજ લોન્ચ થનાર છે. અને, આ આઇપીઓ ( IPO ) 9 મે સુધી ભરી શકાશે.
તમે આ પણ વાંચી શકો છો :One side love ગર્ભવતી પ્રેમિકા પાસે સુસાઈડ નોટ લખાવી પ્રેમીએ ઝેર પીવડાવ્યું
તમે આ પણ વાંચી શકો છો :ITR Forms: કરદાતા માટે આવ્યા આ 9 નવા ફેરફાર