HomeGujaratIPL- 2022માં સાંભળવા મળશે ગુજરાતી કોમેન્ટ્રી-India News Gujarat

IPL- 2022માં સાંભળવા મળશે ગુજરાતી કોમેન્ટ્રી-India News Gujarat

Date:

કોણ કોણ કરશે  IPL 2022માં ગુજરાતી કોમેન્ટ્રી -India News Gujarat 

IPL 2022 ના 15 મી સિઝનમાં દર્શકો માટે કંઇક અલગ લઇને આવી છે. ક્રિકેટમાં તમે કોમેન્ટરી તો ઘણી સાંભળી હશે, એ પણ માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં. પણ આ વખતની IPL માં બે નવી ભાષામાં કોમેન્ટરી થશે. ડિઝની સ્ટારનાં સંજોગ ગુપ્તાએ જાણકારી આપી હતી કે, આ વખતે ડિઝની સ્ટાર નવી વસ્તુઓ લઇને આવી રહ્યાં છે. આ વખતે ગુજરાતની ટીમ પણ પહેલીવાર સામેલ થઇ ગઇ છે. જેથી ગુજરાતના દર્શકોને જોડવા માટે પહેલીવાર  IPLમાં ગુજરાતીમાં કોમેન્ટરી એટલે કે આંખે દેખ્યો અહેવાલ સંભળાવવામાં આવશે. IPL ક્રિકેટનાં મેદાન પર જો ગુજરાતીમાં કોમેન્ટ્રી થાય તો ગુજરાતી દર્શકોને તો મજા જ પડી જશે. સાથે કોમેન્ટ્રી કરનારાને IPL ગુજરાતીમાં સાંભળવાનો પણ લાહવો મળશે. જો કે, આ વખતેની IPLમાં દર્શકોને પ્રવેશ મળવાનો છે એટલે મેદાન પર પણ આ IPLમાં રંગ જામેલો જોવા મળશે.-India News Gujarat

IPL 2022માં દડો સીમા રેખાની બહાર ગયો છે એવુ સાંભળવા મળશે -India News Gujarat

 

આ વખતે IPLમાં ધોનીએ મારી છકડી, કુંગફુ પાંડ્યાનો કમાલ, બુમરાહે બૂમ પડાઈ દીધી, પાંડ્યાએ ડાંડિયા ઉખેડ્યાં,ગિલ્લીઓ ઉડી, જડ્ડુની જાદુઈ બોલિંગ… આ તો બસ અમે તમને ટ્રેલર બતાવી રહ્યાં છે, પણ ક્રિકેટનાં મેદાનમાં જ્યારે IPLમાં  ગુજરાતી ભાષામાં કોમેન્ટરી થશે એ દ્રશ્યો જોવા જેવા હશે.  જો તમે ટીવીમાં IPL  ક્રિકેટ જોઇ રહ્યાં હશો તો તમારે ભાષા બદલવાની પણ જરુર નહી રહે.  IPLમાં ગુજરાતી કમેંન્ટ્રી માટે નયન મોંગિયા, ઇરફાન પઠાન, કિરણ મોરે અને ગુજરાતના લોકપ્રિય રેડિયો જોકીને પણ જોડવામાં આવ્યા છે. હિન્દીમાં કમેન્ટ્રીમાં IPLમાં હરભજન,પીયૂષ ચાવલા, મુહમ્મદ કૈફ પણ રહેશે. આ બધા જ IPLથી કોઇને કોઇ રુપથી જોડાયેલા રહ્યાં છે.-India News Gujarat

IPLના આગમન વચ્ચે વધતા ક્રિકેટના ક્રેઝમાં નવો પ્રયોગ – -India News Gujarat

IPLનો પ્રારંભ થયા બાદ યુવાનોમાં અને તરૂણોમાં ક્રિકેટનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે. આવા સંજોગોમાં IPLને વધારેને વધારે લોકભોગ્ય બનાવવા માટે IPLના સંયોજકો દ્વારા નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે લોકોમાં IPL જોવાનો એક ક્રેઝ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ IPLની કોમેન્ટ્રી ગુજરાતીમાં સાંભળવાની મજા ઔર જ હશે એવુ લાગી રહ્યુ છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-IPL 2022: ધોનીએ છોડી કેપ્ટન્સી,આ ખેલાડીને મળી CSKની કમાન

આપ આ પણ વાંચી શકો છોઃ-IPL 2022-જાણો અત્યાર સુધીમાં કોણે કોણે મેળવી છે પર્પલ કેપ

SHARE

Related stories

Latest stories