HomeGujaratInternational Yoga Day/India News Gujarat

International Yoga Day/India News Gujarat

Date:

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’

સુરતમાં વિશ્વ યોગદિનની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અર્થે મ્યુ. કમિશનર અને પોલીસ કમિશનરના વડપણ હેઠળ શિક્ષણવિદ્દો સાથે બેઠક યોજાઈ

સુરત ખાતે સવા લાખ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે: ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થશે

૨૧મી જૂન-‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ અંતર્ગત આ વર્ષે સમગ્ર વિશ્વમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર ઉજવણી કરાશે. આ વર્ષે સુરતમાં યોગ દિનની રાજયકક્ષાની થવાની છે, જેના આયોજન અર્થે મ્યુ. કમિશનર શ્રીમતિ શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અજયકુમાર તોમર, ઈ. જિલ્લા કલેક્ટર શ્રી બી. કે. વસાવાના વડપણ હેઠળ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે શિક્ષણવિદ્દો સાથે બેઠક યોજાઈ હતી.
સુરત શહેરના વાય જંકશન ખાતેથી બ્રેડલાઈનર સર્કલ તથા SVNIT સર્કલ સુધી ૧૨ કિ.મી.સુધીના રસ્તા પર લોકો યોગદિવસમાં જોડાશે. પ્રજાપિતા બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, પતંજલિ, આર્ટ ઓફ લિવિંગ જેવી અગ્રણી સામાજિક સંસ્થાઓ પણ આ ઉજવણીમાં સહભાગી થશે.
મ્યુનિસિપલ કમિશનરશ્રીમતિ શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વિશ્વ યોગ દિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે થનાર છે ત્યારે વધુને વધુ લોકો યોગદિનમાં જોડાઈ તે માટે સૌ કોલેજો-સંસ્થાઓને અનુરોધ કર્યો હતો. સૌ નાગરિકોને યોગદિનની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી બની ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થાય તે માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડા, પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા, ગાયત્રી પરિવાર, પતંજલિ, આર્ટ ઓફ લિવિંગ, ડોકટર એસોસિયેશનો, ઓરો યુનિ., પી.પી. સવાણી, વનિતા વિશ્રામ, SVNIT યુનિ.ના પ્રતિનિધિશ્રીઓ, અન્ય અધિકારીઓ, શિક્ષણવિદ્દો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories