વિદેશની ધરતી પર છેલ્લા ૨ વર્ષથી યોગ દ્વારા ફિટ અને તણાવમુક્ત રહેતા ફિલિપિન્સના કઝાયા ગેરોસનો
સુરતના આંગણે ૯માં ‘વિશ્વ યોગ દિન’ની ઐતિહાસિક ઉજવણી: મળ્યું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન બનેલા સુરત શહેરના આંગણે મૂળ ફિલિપિન્સની અમેરિકામાં રહેતી કઝાયા ગેરોસનોએ પિપલોદ ખાતે થયેલી ઐતિહાસિક ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સુરતના હરેક્રિષ્ણ એક્સપોર્ટ સાથે સંકળાયેલા અને છેલ્લા એક મહિનાથી ગુજરાતના મહેમાન બનેલા કઝાયા ગેરોસનો ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થઈ જણાવે છે કે, તેઓ છેલ્લા ૨ વર્ષથી ન્યુયોર્કમાં એક ગ્રુપ સાથે જોડાઈને યોગ કરે છે. જેનાથી તેઓ ખુશ અને તણાવમુક્ત રહે છે. તેમણે કહ્યું કે, યોગ કરવાથી શરીરની ફ્લેક્સિબલિટી અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. આજના સ્ટ્રેસફૂલ જીવનમાં યોગનું વિશેષ મહત્વ છે એમ જણાવી તેઓ અન્યોને પણ યોગ કરવાની પ્રેરણા આપે છે.
—૦૦—