HomeGujaratInternational Women's Day : વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો, સંઘપ્રદેશ દાદરાનગર...

International Women’s Day : વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો, સંઘપ્રદેશ દાદરાનગર હવેલી ખાતે ઉજવણી કરાય – India News Gujarat

Date:

International Women’s Day : મહિલાઓને આત્મનિર્ભર બનાવવા જાણકારી અપાઈ. વિવિધ સરકારી યોજના વિષે પણ જાણકારી અપાઈ.

આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ખાતે સામાજિક કલ્યાણ વિભાગ. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા. આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વન સ્ટોપ સેન્ટર વગેરે ની માહિતી દરેક મહિલા સુધી પહોંચે એવો પ્રયાસ

સમગ્ર વિશ્વ હાલમાં મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કારીરકમો થકી મહિલા ઉત્થાન અને મહિલા સશક્તિકરણ ને પ્રાધાન્ય મળે અને મહિલાઓની સમસ્યાઓ વિષે અને એના નિવારણ વિષે જનજાગૃતિ આવે એવા હેતુ સાથે વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે,, આવજ એક કાર્યક્રમમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ખાતે સામાજિક કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. આ અંતર્ગત સરકાર તરફથી મહિલાઓ માટે જે યોજના ચલાવવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવી હતી. જેવી કે નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, મહિલા હેલ્પલાઈન નંબર 181, વન સ્ટોપ સેન્ટર વગેરે ની માહિતી દરેક મહિલા સુધી પહોંચે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ વિભાગેના પીએસઆઇ છાયા ટડેલ મહિલા પોલીસ સ્ટાફ અન્ય સાખાના અધિકારીઓ આશા વર્કર આંગણવાડી બેહનો ઊપસ્થિત રહ્યા હતા.

International Women’s Day : કોઈ અત્યાચાર થાય તો કઈ રીતે પોલીસ સહિત વિવિધ વિભાગોની મદદ મળી રહે એ તમામ જાણકારી આપવામાં આવી

આ કાર્યક્રમ માં મહિલાઓના મૂળભૂત હક્કો અને મહિલા વિરુદ્ધ થતાં ગુનામાં ત્વરિત સહાય સહિત સમસ્યા અંગે કઈ જગ્યાએથી મદદ મળી શકે એની જાણકારી આપવામાં આવી હતી સાથેજ મહિલાઓ સરકારની વિવિધ યોજના થકી કઈ રીતે આત્મનિર્ભર બની શકે એ અંગે ની તમામ જાણકારી આપી મહિલાઓ જાગૃત બને અને પોતાના હક્ક વિષે જાણે સાથે જ કોઈ અત્યાચાર થાય તો કઈ રીતે પોલીસ સહિત વિવિધ વિભાગોની મદદ મળી રહે એ તમામ જાણકારી આપવામાં આવી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Massive Fire in Daman Industry: એલ્કા પાવર કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Elections 2024 : ફારુક અબ્દુલ્લાની NC કાશ્મીરમાં એકલા ચૂંટણી લડશે, મહેબૂબા મુફ્તીની PDPને વધુ બેઠકો નહીં મળે

SHARE

Related stories

Latest stories