દુઃખ ભૂલી ફરજને પ્રાથમિકતા આપતી surat સિવિલની નર્સિંગ બહેનો
International Nurses Day:કોઈ પણ દેશના આરોગ્ય માળખામાં નર્સની ભૂમિકા પાયાના પથ્થર સમાન છે. દર્દીની કાળજી, સુરક્ષા અને સારવારની જવાબદારી નર્સના શિરે રહે છે. ઘણા સંજોગોમાં કેટલાક દર્દીનું ધ્યાન રાખવા નર્સ ચોવીસ કલાક કામ કરે છે. ત્યારે surat સિવિલમાં ફરજ બજાવતા હેડ Nurseરંજન ચૌધરી, મીના પરમાર અને કલ્પના વશી પ્રેરણારૂપ બન્યા છે. એક Nurseને કેન્સર, બીજી નર્સના પુત્રને 99 % લકવો અને ત્રીજી Nurseની પુત્રીને પેરાલીસીસ છે છતાં દુઃખ ભૂલી ફરજને પ્રાથમિકતા આપી છે.– India News Gujarat
12 વર્ષથી કેન્સર, 8 કિમોથેરાપી અને 43 રેડીએશનની પ્રક્રિયા કરાવી
મૂળ અમદાવાદ અને છેલ્લા ૩૧ વર્ષથી surat સિવિલ હોસ્પિટલમાં કાર્ય કરતા ૫૮ વર્ષીય હેડ નર્સ મીનાબેન પરમાર કે તેઓ પોતે છેલ્લા ૧૨ વર્ષથી બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં હોવા છતાં સિવિલના સ્પેશિયલ OPD વોર્ડમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. મીનાબેન જણાવે છે કે, વર્ષ ૧૯૮૬માં સુરતના સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ હતી. ત્યારે વર્ષ ૨૦૦૮માં સતત બિમાર રહેવાથી અંતે નિદાન કરતા વર્ષ ૨૦૧૦માં કેન્સર હોવાનું બહાર આવ્યું હતું.
શરૂઆતના દિવસોમાં surat સિવિલની કામગીરી સાથે સાથે કેન્સરની સારવાર શરૂ કરી હતી. અત્યાર સુધી તેમણે ૮ કિમોથેરાપી અને ૪૩ રેડીએશનની પ્રક્રિયા ઉપરાંત એક ઓપરેશન પણ કરાવ્યું છે. પરંતુ આ ગંભીર બિમારીની સારવારના ૧૫ મહિના બાદ તુરંત ફરજ ઉપર પાછા જોડાયા હતા. તેઓ જણાવે છે કે, આ કપરા સમયમાં પોતે એકલી રહેતી હતી ત્યારે સિવિલની સાથી નર્સ બહેનોએ સાથ સહકાર આપ્યો હતો. તેમણે યંગ નર્સ બહેનોને હંમેશા નિડરતા અને ફરજ પ્રત્યે પ્રમાણિક રહેવા તેમજ હકારાત્મક અભિગમથી કાર્ય કરવાનો સંદેશ આપ્યો હતો.– India News Gujarat
દીકરીને પેરાલીસીસ છતાં આઈસીયુમાં બાળ દર્દીઓની સેવા
છેલ્લા ૨૮ વર્ષથી સિવિલમાં ફરજ બજાવતા બારડોલી નિવાસી ૫૨ વર્ષીય હેડ નર્સ રંજનાબેન ચૌધરી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓ કહે છે કે, મારી ૨૨ વર્ષીય દિકરીને પેરાલીસીસ છે તેની સાર-સંભાળ અને જીવન નિર્વાહની જવાબદારી સાથે હોસ્પિટલમાં પણ ફરજ બજાવી રહી છું. કોવિડ સમયે મેં ICU વોર્ડમાં બાળ દર્દીઓમાં મને મારી દીકરીના દર્શન થતા હતા. આ મુશ્કેલ સમયમાં મને મારી નહિ પરંતુ મારી દીકરીને કોરોનાનો ચેપ ન લાગે તેની ચિંતા સતત રહેતી હતી પરંતુ મે હમેશા મારી ફરજને પ્રાથમિકતા આપી હતી એવું તેઓ જણાવે છે.– India News Gujarat
પુત્રને 99 ટકા લકવો છતાં કોરોનામાં પુત્રથી અલગ રહી ફરજ બજાવી
58 વર્ષીય હેડ નર્સ કલ્પનાબેન વશીએ કહ્યું કે, 33 વર્ષથી ફરજ બજાવુ છે.. મારા 27 વર્ષીય બાળકને 99% શારીરિક લકવો છે. જેથી બાળકની સંભાળની સાથે દર્દીઓ પ્રત્યે મારી ફરજ પૂર્ણ કરવી એ બંને જવાબદારી નિભાવી રહી છું.કોરોનામાં પુત્રથી અલગ રહેવું પડતું હતું.તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન પણ મેં ડબલ શિફ્ટમાં કામ કર્યું પરંતુ મારાથી મારા બાળકને ચેપ ન લાગે તે અંગે ખુબ ચિંતિત હતી અને વાહન વ્યવહાર બંધ હોવાના કારણે ઘણા દિવસો સુધી પોતાના બાળકથી દુર રહેવું પડતું હતું. આમ કલ્પનાબેનએ દર્દીનારાયણની સેવા માટે નિરંતર કાર્ય કરી રહ્યા છે.