HomeGujaratInternational Fire Fighters Day:ઇન્ટરનેશનલ ફાયર ફાઈટર ડે:INDIA NEWS GUJARAT

International Fire Fighters Day:ઇન્ટરનેશનલ ફાયર ફાઈટર ડે:INDIA NEWS GUJARAT

Date:

International Fire Fighters Day: ઇન્ટરનેશનલ ફાયર ફાઈટર ડે..

International Fire Fighters Day ફાયર બ્રિગેડ હંમેશા આપાતકાલીન પરિસ્થિતિઓમાં ખડેપગ ઊભો રહ્યો છે.જ્યારે જયારે આગ ના બનાવો બન્યા ત્યારે ફાયર ફાઈટર પોતાના જીવની પરવાહ કર્યા વગર જાન માલ ની રક્ષા કરી છે.ખૂબજ જોખમી પણ હમેશા સમર્પિત રહી ફાયર ફાઈટર જવનો પોતાની ડ્યુટી કરતાં હોય છે.
આજે ૪થી મે International Fire Fighters Day ફાયર બ્રિગેડ ( અગ્નિશામક દળ) ના જવાનો ને પ્રોત્સાહિત કરવા ઉજવતો હોય છે.

International Fire Fighters Day અગ્નિશામક દળ

International Fire Fighters Day ઓસ્ટ્રેલિયામાં ભીષણ આગ લાગી હતી આ પશ્ચિમ વિક્ટોરિયા ના બલ્લારત થી ત્રીસ કિલોમીટર દક્ષિણ -પશ્ચિમમાં લિન્ટન શહેર થી છ કિલોમીટર ઉત્તર દિશા માં હતી.660 હેકટર જમીન બળી ને ખાખ થઈ ગઈ હતી.આ ભીષણ આગ થી ફાયર બ્રિગેડ ના જવાનો લડી રહ્યા હતા. જેમાં આગ સામે લડતાં લડતાં ગેરી વેરેડવેલ્ટ, ક્રિસ ઇવાન્સ, સ્ટુઅર્ટ ડેવિડસન, જેસન થોમસ અને મેથ્યુ આર્મસ્ટ્રોંગ બધા જુનિયર જવાનો જે ટ્રક માં બેસીને આગ બુઝાવવામાં મદદ માટે મોકલવામાં આવ્યા હતા. પાંચેય લોકો આગ તરફ જતા હતા ત્યારે પવનની દિશા અચાનક પલટાતા ટ્રક આગ ની જપેટ માં આવી જતા પાંચે લોકોનું મોત નીપજ્યું હતું.૧૯૯૮ની આ દુઃખદ ઘટના એ સમગ્ર સમુદાયોએ ખેદ સાથે દુઃખ વ્યક્ત કરતા ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી ક્લાઇડ કાર્ડિનિયા ફાયર બ્રિગેડ વિક્ટોરિયા અને ઓસ્ટ્રેલિયાના લેફ્ટન્ટ જે.જે. એડમોન્ડસનને દુર્ઘટનાને કારણે ટેકો અને ફેલોશિપના પત્રો મળ્યા. જેનાથી પ્રેરિત થઈ તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ બનાવના આધારે International Fire Fighters Dayનો પ્રસ્તાવ મૂક્યો. જેને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને સેન્ટ ફ્લોરિયન્સનો જન્મદિવસ એટલે કે ૪થી મેનો દિવસ International Fire Fighters Day તરીકે જાહેર કરાયો હતો.

International Fire Fighters Day: ઇન્ટરનેશનલ ફાયર ફાઈટર ડે..

International Fire Fighters Day સેન્ટ ફ્લોરિયન્સ ફાયર બ્રિગેડના જવાનોના આશ્રયદાતા અને સંત ના બહુમાન થી સંબોધાય છે .સેન્ટ. ફ્લોરીયન્સ રોમના નોરિકમના આશ્રયદાતા હતા, જે બટાલિયનના પ્રથમ કમાન્ડિંગ ફાયર ફાઇટર્સમાંના એક હોવાનું મનાય છે.એવું પણ કહેવાય છે કે સેન્ટ. ફ્લોરીયન્સે માત્ર એક ડોલ પાણીનો ઉપયોગ કરીને આગમાં લપેટાયલા આખાં ગામને બચાવી લીધું હતું.સેન્ટ ફ્લોરીયન્સ આગની ઝપટમાં આવેલા લોકોના તારણહાર તરીકે ઓળખાય છે.જે ફરજો સેન્ટે તેના વિસ્તાર માટે બજાવેલી એ જ ફરજો વિશ્વભરના ફાયર ઓફિસરો કાયમ બજાવે છે.તે જ સમર્પણ અને બહાદુરીઓ સાથે. સેન્ટ ફ્લોરિયન્સ વિશ્વસ્તરે સન્માનિત છે અને ૪થી મે તે સેન્ટ ફ્લોરિયન્સ ડે તરીકે પણ ઓળખાય છે. તેથી International Fire Fighters Day ૪થી મેના રોજ સેન્ટનાં માનમાં તમને યાદ કરી ઉજવવામાં આવે છે. તેમજ યુરોપિયન દેશોમાં ફાયર વિભાગ ૪થી મે’ફાયર સર્વિસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. યુરોપમાં ૧૫૦ વર્ષથી વધુ સમયથી આપરંપરા અવિરત ચાલું છે.

International Fire Fighters Day ફાયર બ્રિગેડ/અગ્નિશામક દળ

International Fire Fighters Day ફાયર બ્રિગેડ ના જવાનો આગ પર કાબુ મેળવવા ની સાથે કુદરતી આફતો,પર્યાવરણ ની સુરક્ષા ,તબીબી સેવા કટોકટી સમય માં જીવન બચાવવા,સંપત્તિ બચાવા ના કમો ફાયર ફાઈટર ના જવાનો કરતાં હોય છે.અગ્નિશામક દળ,ફાયરમેન,ફાયર સર્વિસ, અને ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ તરીકે પણ ઓળખાય છે.અમુક દેશો માં ફાયર ડિપાર્ટમેન્ટ ના નામે પણ ઓળખાય છે.

International Fire Fighters Day ફાયર બ્રિગેડ/અગ્નિશામક દળ

International Fire Fighters Day ગુજરાત ના સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગના બનાવે સમગ્ર દેશ ને ફાયર સેફટી પર વિચારતો કરી દીધો હતો.આ ઘટના માં આગ બિલ્ડિંગમાં ચાલતા ટ્યુશન કલાસમાં લાગી હતી જેમાં ૧૮ જેટલા લોકોના મોત થયા હતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડના 19 બંબા કામે લગાડવા પડ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ગુજરાત સરકારે આ ઘટના બાદથી ફાયર સેફટી ફરજિયાત કરી છે.સિનેમા હોલ,હોસ્પિટલ ,કોલેજ,ક રહેણાંક ની સોસાયટીઓમાં ફાયર સેફટી ફરજિયાત કરી દીધી છે.જેનાથી આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને ટાળી શકાય..

આ પણ વાંચી શકો :ગુજરાત યુનિવર્સિટીની 37 સેવાઓ ઓનલાઈન:37 services of Gujarat University online:INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો :PM Modi in Europe: PM મોદી આજે ફ્રાન્સ પણ જશે, ડેનમાર્કમાં ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે-India News Gujarat

SHARE

Related stories

Latest stories