HomeGujaratIndia's First Gas Generating Plant : ભારતનો પહેલો ગેસ ઉત્પાદન કરતો પ્લાન્ટ...

India’s First Gas Generating Plant : ભારતનો પહેલો ગેસ ઉત્પાદન કરતો પ્લાન્ટ સ્થાપિત, 125 કરોડના ખર્ચે પ્લાન્ટ ઉભો કરાયો – India News Gujarat

Date:

India’s First Gas Generating Plant : સુરેન્દ્રનગર જિલ્લાના દુદાપુર નજીક સ્થાપિત કરાયો ગાંડા બાવળ અને ગાયના ગોબર માંથી સી.એન.જી ગેસ.

ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ સ્થાપિત કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના દુદાપુર ગામે ટેક્નોલોજીનો બરાબર ઉપયોગ કરી ગાંડા બાવળ અને ગાયના ગોબર માંથી સી.એન.જી ગેસ ઉત્પાદન કરવાનો ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ સ્થાપિત કરાયો છે.

રૂપિયા 125 કરોડના ખર્ચે પ્લાન્ટ ઉભો કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના દુદાપુર નજીક ભારતનો સૌ પ્રથમ પેટેન્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરી સી.એન.જી ઉત્પાદન કરવાનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. ગાયના ગોબર અને આજુબાજુના વિસ્તારના ગાંડા બાવળ તેમજ ખેતીના નકામા કચરાનો ઉપયોગ કરી અને સી.એન.જી ગેસનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ ભારતનો સૌથી પહેલો ગેસ ઉત્પાદન કરતો પ્લાન્ટ છે અને દુદાપુરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે રૂપિયા 125 કરોડના ખર્ચે પ્લાન્ટ ઉભો કરાયો છે. આજીબાજુના ગામોના માલધારીઓ અને પશુપાલકો પાસે થી ગોબર ખરીદી કરી અને આ પ્લાનમાં ઉપયોગ લઈ અને પશુપાલકોને પણ રોજગારી મળે તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

India’s First Gas Generating Plant : 60000 થી 70,000 પર એકર ઉત્પાદન થાય

સી.એન.જી ગેસ ઉત્પન્ન કરવા ગાંડા બાવળનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવ્યો છે. આનો ફાયદો એવું છે કે ખેડૂતોને આના વાવેતર થી 60000 થી 70,000 પર એકર ઉત્પાદન થાય છે જ્યારે બીજા પપાકમાં 15 થી 20% જેકલું ઓછું ઉત્પાદન થાઈ છે. આના થી કોઈ પ્રકારની સિસકલ ઇફેક્ટ થતી નથી. આ ખેડૂતોને પ્રોટેક્ટ કરે છે. આના સહિત બીજા ઘણા ફેડ આ પ્રોજેક્ટ થી થશે. આજ પ્રોજેક્ટની પાસે ગૌશાળા ચાલે છે જય ડીસેબલ ગાયોને રાખે છે અને એનું છાણનું મહત્તમ પ્રયોગ આ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવે છે એવું જાણવા મળ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Swati Maliwal: કેજરીવાલના સહયોગી દ્વારા મહિલા સાંસદ સાથે ‘દુરાચાર’, ભાજપ દ્વારા કેસને લઈને વિરોધ 

તમે આ પણ વાંચી સકો છો :

Farooq Abdullah: નરેન્દ્ર મોદી પર ફારુક અબ્દુલ્લાની ટિપ્પણી, કહ્યું ‘તમારી પત્નીને સંભાળી ન શક્યા’ 

SHARE

Related stories

Latest stories