પોલીસની હાજરીમાં જ આચાર્ય અને સ્ટાફને ચપ્પલ મારી. શિક્ષિકા આચાર્યને બેફામ ગાળો ભાંડી ઓડર ફાડી નાખ્યો. શિક્ષિકા સામે ભૂતકાળમાં પણ આવું વર્તન કરવાની ફરિયાદ.
આચાર્ય સાથે અશોભનીય વર્તન કર્યું
શાળામાં બાળકો તોફાન મસ્તી કરે તો શિક્ષકો તેમને શિસ્તના પાઠ ભણાવે છે. પરંતુ શિક્ષકો જ્યારે શિસ્ત ભૂલીને શાળાના આચાર્ય સાથે અશોભનીય વર્તન કરે. તો તેને કેવી રીતે સહન કરી શકાય તે એક મોટો પ્રશ્ન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકા પોતાના વર્તનને કારણે સતત ચર્ચામાં રહે છે. એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફર કર્યા બાદ પણ શિક્ષિકા ગેરવર્તન કરવાનું ચૂકતા નથી. ફરી એક વખત શાળાના આચાર્યને શાળામાં જ ગંદી ગાળો બોલવાનું શરૂ કરી દેતા મામલો બિચક્યો હતો.
શિક્ષિકાને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ભેસ્તાનની એક શાળામાં શિક્ષિકાની બદલી થતાં તેણે પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કામ કરાવવામાં આવે છે. અને ખોટી ફરિયાદ કરવામાં આવે છે. તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ત્યારે આ શિક્ષિકા હોબાળો મચાવતી હતી. હાથમાં ચપ્પલ લઈ આચાર્યને પોલીસની હાજરીમાં મારવા લાગી હતી અને ગંદી ગાળો બોલી હતી. આ ઉપરાંત અન્ય શિક્ષકાઓને પણ તેણે ગાળો આપી હતી. પોલીસની હાજરીમાં જ ગાળાગાળી અને મારા મારીના દૃષ્યો સર્જાયા હતા. શાળાના અન્ય શિક્ષકો સામે પણ એ જ પ્રકારનું વર્તન કર્યું હતું. આચાર્ય દ્વારા શિક્ષિકાને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો હતો ત્યાર બાદ શિક્ષિકા વિફરી હતી.
Indecent Behaviour Of Teacher : માનસિક અસ્થિર હોય તે પ્રકારનું કૃત્ય કરતી શિક્ષિકા
આ અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ શિક્ષણ સમિતિએ તપાસ કરતાં અન્ય સ્કૂલમાં પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કરાયું હોવાની ફરિયાદ બહાર આવી છે. આ ઉપરાંત સમગ્ર કિસ્સામાં શિક્ષણ સમિતિની ઈમેજને પણ ધબ્બો લાગી રહ્યો છે. જેના કારણે શિક્ષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ શાળામાં ગાળો બોલી હંગામો મચાવનાર શિક્ષિકા સામે નજીકના દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ ભરાય તેવી પૂરી શક્યતા છે. શિક્ષિકા જાણે માનસિક અસ્થિર હોય તે પ્રકારનું કૃત્ય કરતી વીડિયોમાં દેખાઈ રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :