Income tex વિભાગે અમદાવાદમાં સિરામિક ઉદ્યોગકારને ત્યાં પાડ્યા દરોડા – India News Gujarat
Income tex વિભાગના અધિકારીઓએ ગુરૂવારે સવારથી જ અમદાવાદ ખાતે આવેલી એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં સર્ચ-ઓપરેશન શરૂ કર્યુ છે. એકસાથે 35થી 40 જગ્યાએ Income tex ના દરોડા પડતાં ખાનગી પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં ઈસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર Income tex નું સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. એ ઉપરાંત હિંમતનગરની ફેક્ટરી પર પણ Income texના દરોડા પાડવામાં આવ્યાં છે. સિમંધર ફાઈનાન્સ નામની ખાનગી પેઢી અમદાવાદ અને હિંમતનગરમાં ઓફિસો ધરાવે છે. એ ઉપરાંત ખાસ કરીને એશિયન સિરામિક ગ્રુપમાં મોટે પાયે Income tex ની તપાસ હાથ ધરાઈ છે. એશિયન ગ્રુપના ડિરેક્ટોર્સનાં નિવાસસ્થાનો પર વહેલી સવારથી જ Income tex સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.- India News Gujarat
Income tex ના દરોડા પડ્યા તે એશિયન ગ્રેનિટો વિશે જાણો – India News Gujarat
જે એશિયન ગ્રેનિટો પર Income tex ના દરોડા પડ્યા છે તે દેશના સિરામિક હબ ગણાતા મોરબીમાં એશિયન ગ્રેનિટો ત્રણ પ્લાન્ટ બનાવી રહી છે. અગાઉ કરેલી જાહેરાત મુજબ કંપનીએ નવી સમાવિષ્ટ સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓ હેઠળ, ગુજરાતના મોરબીમાં નવી અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપીને મૂલ્યવર્ધિત લક્ઝરી સરફેસ અને બાથવેર સેગમેન્ટ જેમ કે જીવીટી ટાઇલ્સ, સેનિટરીવેર અને એસપીસી ફ્લોરિંગ સેગમેન્ટમાં મેગા વિસ્તરણ યોજના તૈયાર કરી છે.
Income tex ના દરોડાને પગલે ફફડાટ-India News Gujarat
Income tex વિભાગે એશિયન ગ્રુપની શાખાઓ અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાંક સ્થળો પર આવેલી છે ત્યાં તપાસ આદરી છે ત્યારે અમદાવાદમાં આવેલી મુખ્ય ઓફિસો પર પણ Income tex વિભાગે તપાસ હાથ ધરી છે. Income tex ની તપાસના પગલે સિરામિક અને ફાઈનાન્સ પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં Income tex ના 200થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. બીજી તરફ, મોરબીમાં પણ એક જોઈન્ટ વેન્ચર પર Income tex તપાસ થઈ રહી છે.- India News Gujarat
Income tex વિભાગને મોડી સાંજ સુધી થોકબંધ દસ્તાવેજો હાથ લાગ્યા
Income tex વિભાગ દ્વારા ગુરૂવારે સવારથી શરૂ કરવામાં આવેલી એશિયન ગ્રેનિટો પરની તપાસમાં સાંજ સુધીમાં થોકબંધ દસ્તાવેજો હાથ લાગ્યા છે. જેમાં રોકડ વ્યવહારો ઉપરાંત મિલકતોની ખરીદી અને કેટલાક બે નંબરના વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. આ તપાસ લાંબી ચાલશે એવુ Income tex વિભાગના અધિકારીઓનું કહેવુ છે.
આપ આ પણ વાંચી શકો છોઃ-GeM: એમેઝોન અને ફ્લિપકાર્ટને પણ હંફાવે તેવું છે સરકારનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ
આપ આ પણ વાંચી શકો છોઃ-SBI Student Loan:બેંક સસ્તાં દરે દોઢ કરોડ રૂપિયા સુધી લોન આપી રહી છે