Incident Of Fatal Attack : હુમલાની ઘટનાના CCTV આવ્યા હતા સામે. અંગત અદાવતમાં બે માથાભારે ગેંગ વચ્ચેની ઘટના.
પાંડેસરા માં ત્રણ આરોપીઓની ધરપકડ કરી
સુરત શહેરમાં એક ફેબ્રુઆરીના રોજ જાહેરમાં તલવાર અને ચપ્પા લઈ મારામારી કરતા હોવાના સીસીટીવી વાયરલ થયા હતા. પોલીસ દ્વારા પ્રવેશ રાજપુતની ફરિયાદ લઈ 5 અજાણ્યા ઇસમો વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોસિસ કરવાની ફરિયાદ દાખલ કરાઈ હતી. આ ફરિયાદ દાખલ થયા બાદ પાંડેસરા પોલીસે વિવેકસિંગ ઉર્ફે રાહુલસિંગ, બ્રિજેશ ઉર્ફે રજ્જન સિંગ અને સૌરવ ઉર્ફે બંટી પાખરે ની ધરપકડ કરી હતી. હાલ પાંડેસરા પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને હુમલા પાછળનું કારણ જાણવા માટે ના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
પિસ્તોલ જેવું હથિયાર કાઢી ફાયરિંગ કરવાનો પણ પ્રયત્ન
એક ફેબ્રુઆરીના રોજ જીતેશ સિંઘ તેના મિત્રો સાથે પાંડેસરા વિસ્તારના તિરૂપતિ સર્કલ નજીક મિત્રને મળવા ગયો હતો. તે દરમિયાન એક બ્લેક કલરની ઇકો કારમાં પાંચ જેટલા ઈસમો જેને માથે ટોપી પહેરેલી હતી. અને મોઢે રૂમાલ બાંધેલા હતા. જેમના હાથમાં તલવાર લોખંડની પાઇપ અને છરા જેવા હથિયારો હતા. ઇકો કારમાં આવેલ આ પાંચેય ઈસમો કોઈ અગમ્ય કારણોસર જીતેશ ઉપર તૂટી પડ્યા હતા અને તેમના શરીર પર આડેધડ લોખંડના પાઇપ, તલવાર અને છરી વડે હુમલો કરી દેતા આજુબાજુમાં ભગદડ મચી જવા પામી હતી. ત્યારબાદ એક અજાણ્યા ઇસમ દ્વારા પિસ્તોલ જેવું હથિયાર કાઢી ફાયરિંગ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
Incident Of Fatal Attack : અગાઉ પણ જીતેશ સિંઘ અને વિવેક રાજપુત સાથે અવારનવાર મારામારીની ઘટનાઓ બની
આ હુમલામાં જીતેશ સિંઘને ગંભીર ઇજાઓ થતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જીતેશના ભાઈ પ્રવેશની ફરિયાદ લઈ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં આ ત્રણેય આરોપીઓની પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી. અને વધુ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે જીતેશ સિંહ અને વિવેક રાજપુતના અંગત અદાવતને કારણે આ હુમલો થયો છે. અગાઉ પણ જીતેશ સિંઘ અને વિવેક રાજપુત સાથે અવારનવાર મારામારીની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે ફરી એકવાર એવું માનવામાં આવી રહ્યું છે કે. આ હુમલા પાછળ વિવેક રાજપુતની મુખ્ય ભૂમિકા હોઈ શકે છે. જ્યારે બંને તરફથીના લોકો એક માથાભારેની છાપ ધરાવે છે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી