Importance Of Yoga : આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા સંશોધન, સંશોધન પેપરને આંતર રાષ્ટ્રીય સ્તરે સ્વિકાર્યતા મળી ક્ષુરિકા યોગ ઉપનિષદમાં પ્રાણાયામ અંગે સંશોધન શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવા માટે એકમાત્ર ઉપાય.
7 મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સ
યોગ માનવ જીવનમાં તન અને મન તંદુરસ્ત રાખવાનું મહત્વનું સાધન છે. ત્યારે શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવા માટે ક્ષુરિકા યોગ ઉપનિષદમાં પ્રાણાયામ અને ધારણાની વિશેષ પદ્ધતિ બતાવી છે. જેના ઉપર નવસારીના યોગાચાર્ય ભ્રહ્માનંદજી અને એમના આનંદ તપોવનના નિર્દેશક વૈશાલી શાહ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા સંશોધન પેપરને આંતર રાષ્ટ્રીય સ્તરે સ્વિકાર્યતા મળી છે.
લોકોને યોગમાં જોડવાના પ્રયાસો વિષે માહિતી આપવામાં આવી
નિવૃત બેન્કર અને નવસારીના વાંસદા તાલુકાના નવતાડ ગામે આનંદ તપોવન નામે યોગાશ્રમ ચલાવતા. યોગાચાર્ય ભ્રહ્માનંદજી ઉર્ફે ડૉ. શંકર પટેલ તેમના આનંદ તપોવનના નિર્દેશક વૈશાલી શાહે ગાગરમાં સાગર જેવા. ક્ષુરિકા ઉપનિષદ ઉપર અભ્યાસ સાથે વ્યવહારિક સાધના થકી સંશોધન કર્યુ છે. ફક્ત 25 શ્લોક ધરાવતા ક્ષુરિકા ઉપનિષદ પ્રાણાયામ અને ધારણા થકી શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવાની વિદ્યા ઉપર સંશોધન પેપર તૈયાર કરી. તામીલનાડુના કન્યાકુમારી સ્થિત શ્રી વિવેકાનંદ રોક મેમોરીયલ, સેન્ટ્રલ યુનીવર્સીટી, હિમાચલ પ્રદેશ અને મહાત્મા ગાંધી યુનીવર્સીટી, કેરેલાના સંયુક્ત. ઉપક્રમે યોજાયેલી 7 મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં 127 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રજૂ કર્યુ હતું. જેના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિકાર્યતા મળી હતી. જે નવસારી માટે ગૌરવની વાત છે. ત્યારે આજે આયોજિત પત્રકાર પરિષદમાં યોગાચાર્ય દ્વારા તેમની ઉપલબ્ધી સાથે જ લોકોને યોગમાં જોડવાના પ્રયાસો વિષે માહિતી આપવામાં આવી હતી.
Importance Of Yoga : ઓનલાઇન પણ યોગ નિર્દશન દ્વારા અનેક લોકોને મદદરૂપ થઇ રહ્યા છે
શંકર પટેલ અને આશ્રમના નિર્દેશક વૈશાલી શાહ દ્વારા યોગ અને પ્રાણાયામના વર્ગો પણ ચલાવવામાં આવે છે. સાથે જ તેઓ ઓનલાઇન પણ યોગ નિર્દશન દ્વારા અનેક લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. જેમાં અનેક જટિલ બીમારીઓને નાથવામાં પણ તેમને સફળતા મળી હોવાનો દાવો પણ તેઓ કરી રહ્યા છે. ખાસ કરીને ઓર્ગન ફેલીયાર, કેન્સર, હૃદયરોગ, મગજને લગતી સમસ્યા, ડીપ્રેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી અનેક બીમારીઓમાં તેમને સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે.
Importance Of Yoga : માનવ જે વિચારે એ કરી શકે
યોગ એટલે ફક્ત આસન નહીં, પણ તેમાં પ્રાણાયામ અને યમ નિયમ પણ મહત્વના થઇ જાય છે. યોગ થકી ધારણા કરીને માનવ જે વિચારે એ કરી શકે એટલી ક્ષમતા કેળવી શકે છે. ત્યારે પ્રાચીન યોગ શાસ્ત્રને આજની યુવા પેઢી સમજે અને તેના પ્રયોગ થકી જીવન આનંદમયી બનાવે એ જરૂરી થઇ પડ્યુ છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: