Illegal Passing Of Heavy Vehicles : સ્થાનિક લોકોની રજૂઆત છતાં તંત્રના આંખ મિચામણાં ભારી વાહનોની ગેરકાયદેશર અવરજવરથી સ્થાનિકોમાં રોષ.
નો એન્ટ્રી સમયમાં બેફામ રીતે વાહનો હંકારતા નજરે ચઢ્યા
સુરત શહેર માં છાસવારે રોકટોક વગર ચલતા ડંપરો અનેક અકસ્માતો સર્જ્યા છે તેમ છતાં ગેરકાયદેસર રીતે શહેરમાં નો એન્ટ્રી હોવા છતાં ચાલી રહ્યા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠવા પામી છે… થોડા સમય પહેલા ભારે વાહનોની નો એન્ટ્રી સમયમાં બેફામ રીતે વાહનો હંકારતા નજરે ચઢ્યા હતા..
Illegal Passing Of Heavy Vehicles : ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો કરવામાં આવી રહ્યો
સુરત ખાતે આવેલ ભેસ્તાન વિસ્તારના રહીશો રાત દિવસ બેફામ ચલતા ડમફરોથી ત્રાહીમામ પોકારી ઉઠવા પામ્યા છે… બેરોકટોક આવા મોટા વાહનો ચાલતા રહ્યા હોય તેમ છતાં કોઈ પ્રકારે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી રહી હોય જે આશ્ચર્ય પામવા જેવો વિષય બનવા પામ્યો છે.. આવીજ પ્રકારની હરકત ભેસ્તાન વિસ્તારમાં બનવા પામી છે જ્યાં શહેર ભરમાં સવારે 9 વાગ્યા બાદ ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ભેસ્તાન વિસ્તારમાં ડમ્પર ચાલકો સવારથી સાંજ સુધી બેફામ રીતે ચાલી રહ્યા હોય જેથી મોટી માત્રમાં ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓને પણ ઘણી વખત ભારે ટ્રાફિકની હાલાકી નો ભોગ બનવાની વારો પણ આવ્યો છે કેટલીક વખત આવા ડમફરો દ્વારા અકસ્માત પણ સર્જવામાં આવ્યા હોય સ્થાનિકો દ્વારા પોલીસ વિભાગને પણ મૌખિક રજૂવતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આખરે સ્થાનિકો ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે જો આવા ટ્રકો દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોન તેવો પ્રશ્ન પણ ઉઠવા પામ્યો હતો…
તમે આ પણ વાંચી સકો છો :
General Elections’ 24: જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણી તૈયારી
RTE: પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ રોકવા શિક્ષા વિભાગ એક્સનમાં