HomeGujaratIllegal Activities: સાપુતારામાં પેરાગલાઈડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિ, સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ -...

Illegal Activities: સાપુતારામાં પેરાગલાઈડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિ, સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ – INDIA NEWS GUJARAT

Date:

Illegal Activities: ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે પેરાગલાઈડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિ થઈ રહી હોવાની ફરીયાદ કલેકટરને કરવામાં આવી છે.પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમ વિરુદ્ધ પેરાગલાડિંગ એક્ટિવિટી ચાલી રહી છે.

Illegal Activities: નિયમ વિરુદ્ધ પેરાગલાડિંગ એક્ટિવિટી કરાઇ રહી છે

સાપુતારા દર સીઝનમાં પ્રવાસીઓ માટે હરવા ફરવાનું મનપસંદ સ્થળ છે.સાપુતારામાં નૌકા વિહાર અને પેરાગલાઈડિંગ એક્ટિવિટીમાં લોકો ખુબજ મજા માળતા આવ્યા છે.હાલ સાપુતારાના સ્થાનિક પાઇલોટ કાળુભાઈએ કલેકટરને ફરીયાદ કરી જણાવ્યું હતું કે પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી પેરાગલાડિંગ એક્ટિવિટી ચાલી છે.પેરાગલાડિંગ એક્ટિવિટી માટેનો છેલ્લો સમય સાંજના ૬ વાગ્યાનો છે તેની જગ્યાએ સંચાલકો સાંજે સાડા સાત વાગ્યા સુધી લોકોના જીવ જોખમમાં રાખી પૈસા કમાવી રહ્યા છે.અંધારું થાય તે પહેલા પેરાગલાડિંગ બંધ કરવાના નિયમો ધોળીને પી ગયેલા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સ્થાનિક પેરાગલાડિંગ પાઇલોટ કાળુ ભાઈએ ભારે પવન વચ્ચે અંધારામાં પેરાગલાડિંગનો વિડિઓ બનાવી પુરાવા સાથે ફરિયાદ કરી છે.હવે આગામી દિવસોમાં ફરીયાદના પગલે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહેશે.

તમે આ પણ વાંચી સકો છો :

Run For Vote: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા 

તમે આ પણ વાંચી સકો છો :

Election Work Checking : તમામ સ્થળે ચૂંટણી કામગીરીની સમીક્ષા, ચૂંટણીલક્ષી ઇ.વી.એમ મશીન સાહિત્ય લઈ બુથ ખાતે રવાના

SHARE

Related stories

Latest stories