HomeGujaratકોરોનાથી બચાવશે આઈસીએમઆર પ્રમાણિત કોરોના કિલર ડિવાઈસ

કોરોનાથી બચાવશે આઈસીએમઆર પ્રમાણિત કોરોના કિલર ડિવાઈસ

Date:

કોરોના વાયરસથી સુરક્ષા મેળવવા માટે હવે કોરોના કિલર ડિવાઈસ આપણી વચ્ચે છે. પૂણેના ઇન્ડોટેક ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુસન્સ પ્રા.લિ.એ આ ડિવાઈસનું આવિષ્કાર કર્યું છે, જેને આઈસીએમઆરએ પણ પ્રમાણિત કર્યું છે. હવે આ ડિવાઈસ સુરતમાં પણ ઉપલબ્ધ છે.

 

સુરતમાં ડિવાઈસ લોન્ચિંગના અવસર પર કંપનીના અધિકારી સમીરભાઈએ જણાવ્યું કે પૂણેના ઉદ્યમી ભાઉસાહેબ જંજિરેએ આ આવિષ્કાર કર્યો છે અને આ રીતે આ દેશનું પહેલું ડિવાઈસ બન્યું છે, જે કોરોના સહિતના વાયરસ અને બેક્ટેરિયાને હવામાં જ મારી નાંખે છે.આ એક ઇલેક્ટ્રોનિક ડિવાઈસ છે, જે આઈનાઈજેશન ઉત્પન્ન કરે છે અને પછી હવા દ્વારા સર્ક્યુલેટ થઈને આવરણમાં જે વાયરસ અને બેક્ટેરિયા હોય છે તેને મારી દે છે. કોરોના વાયરસને પણ આ ડિવાઈસ નાશ કરી દે છે. આને કોઈ પણ બંધ પરિસરમાં ઉપયોગ કરી શકાય છે. ઘર, હોસ્પિટલ, સ્કૂલ, ગાડી, હવાઈ જહાજ, પ્રયોગશાળા, ક્વોરેન્ટાઈન સેન્ટર, કારખાના, મંદિર વગેરે જગ્યાઓ પર આનો ઉપયોગ કરી શકાય છે.

 

ડિવાઈસને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ પણ પ્રમાણિત કર્યું છે. પૂણેની નાયડુ હોસ્પિટલે પણ ડિવાઈસને સફળ હોવાનું જણાવતા પ્રમાણપત્ર આપ્યું છે. કંપની હાલ રોજ 200 ડિવાઈસનું નિર્માણ કરી રહી છે અને આગામી દિવસોમાં રોજ 700 ડિવાઈસ નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. જેનાથી દેશભરમાં આને પહોંચાડી શકાય

કોરોના કિલર ડિવાઈસ 230 વોલ્ટ, સિંગલ ફેજ ઇલેક્ટ્રિક સપ્લાય પર કાર્ય કરે છે. આ પ્લગ અને પ્લે ડિવાઈસ છે, તેમાં અન્ય કોઈ રસાયણની જરૂરત નથી પડતી અને વીજળીનો પણ ઓછો ખર્ચ થાય છે. કોરોના કિલર જ્યાં રાખવામાં આવે છે તેની આસપાસની હવામાં ઉપસ્થિત સકારાત્મક અને નકારાત્મક આયામોના મિશ્રણમાં ફરે છે. આયનોના એગ્જોસ્ટ મિશ્રણ ઉપકરણની અંદર હાજર એગ્જોસ્ટ ફેનના દ્વારા આસપાસની હવામાં ફેલાય છે. જ્યારે આ પ્રક્રિયાશીલ આયન વાયરસના સંપર્કમાં આવે છે, ત્યારે આ કોરોના વાયરસના આરએનએના સંપર્કમાં આવે છે અને કોરોના વાયરસના બાહ્ય અંગને તોડી દે છે. કોરોના વાયરસને નિષ્ક્રિય કરવાના આયનોની આ કાર્યક્ષમતા પૂણેની આઈસીએમઆર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા પ્રમાણિત છે.

SHARE

Related stories

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Latest stories