HomeGujaratIAS K Rajesh લાંચ કેસની તપાસમાં સુરતમાં કરોડોની મિલકતો હોવાનું ખુલ્યુ- India...

IAS K Rajesh લાંચ કેસની તપાસમાં સુરતમાં કરોડોની મિલકતો હોવાનું ખુલ્યુ- India News Gujarat

Date:

IAS K Rajesh લાંચ કેસની તપાસમાં સુરતમાં કરોડોની મિલકતો હોવાનું ખુલ્યુ – India News Gujarat

IAS K Rajesh સામે ચાલી રહેલી લાંચ કેસની તપાસમાં મોટા ખુલાસા થઇ રહ્યા છે. એક પછી એક લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના કાચા ચીઠ્ઠા ખુલી રહ્યા છે. ત્યારે IAS K Rajesh દ્વારા સુરત શહેરમાં પોતાના કહેવાતા કેશિયર રફીક મેમણ હસ્તક લાખો રૂપિયાની મિલકતો વસાવવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. IAS K Rajesh દ્વારા પોતાના કહેવાતા કેશિયર હસ્તક સુરત શહેરના નવા વિકસી રહેલા ઉત્રાણ વિસ્તારમાં સિલ્વર બિઝનેસ પોઇન્ટમાં રૂપિયા બે કરોડની દુકાનો ખરીદી હોવાનું પણ તપાસમાં ખુલ્યુ હોવાનું કહેવાય છે. આ સિવાય પણ સુરતમાં કેટલાક પોશ વિસ્તારોમાં IAS K Rajesh દ્વારા મોટું રોકાણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જો કે, હાલમાં તો IAS K Rajeshની આવક અને જાવકના તમામ સરવૈયાઓનો તાળો મેળવવામાં તપાસ એજન્સીઓ લાગી ગઇ છે. તેમજ જે પ્રકારે તપાસ આગળ વધી રહી છે એ જોતા આગામી દિવસોમાં IAS K Rajeshના કથિત ભ્રષ્ટાચાર મામલે મોટા ખુલાસાઓ થશે એવુ માનવામાં આવી રહ્યુ છે.- India News Gujarat

IAS K Rajeshએ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ લાખો રૂપિયાની પ્રોપર્ટી વસાવી હોવાની વાત- India News Gujarat

IAS K Rajesh દ્વારા સુરત શહેર ઉપરાંત જે જે શહેરો કે જિલ્લાઓમાં તેણે નોકરી કરી છે ત્યાં મોટા રોકાણો કર્યા હોવાનું કહેવાય છે. ખાસ કરીને સુરત શહેરમાં લાખો રૂપિયાના રોકાણ ઉપરાંત IAS K Rajesh દ્વારા પોતાના મળતિયાઓને સાથે રાખીને અમદાવાદ તેમજ સુરેન્દ્ર નગરમાં પણ મિલકતો વસાવવામાં આવી છે. જો તમામ મિલકતોની વિગતવાર તપાસ કરવામાં આવશે તો IAS K Rajeshના કથિત ભ્રષ્ટાચારના વટાણા વેરાઇ જશે. ખાસ કરીને IAS K Rajesh દ્વારા પોતાના કહેવાતા કેશિયર મારફત અમદાવાદ, સુરેન્દ્ર નગર, રાજકોટ સહિતના મહત્વના શહેરોમાં બે નંબરની મિલકતો વસાવી હોવાનું કહેવાય છે. અત્યારે સુરતની મિલકતોની તપાસના દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યાનું જાણવા મળી રહ્યુ છે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-ડાયરાની મોજમાં રૂપિયાનો વરસાદ:Rupee rain in dayra

આપ આ પણ વાંચી શકો છોઃ-Garment Industryમાં ઝંપલાવવા માટે નિષ્ણાંતોની ઉદ્યોગકારોને સલાહ

SHARE

Related stories

Latest stories