Humanity Over Caste : લાવારિસ યુવકને ટીબીની બીમારીની સારવારમાં સેવાકાર્ય નિસ્વાર્થ. ભાવે સેવા કરતાં મુસ્લિમ મહિલાની અનોખુ કાર્ય.
હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોમી એકતાના જ નહીં. પરંતુ હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહયા છે. મુસ્લિમ વૃદ્ધા એક કે બે નહિ પરંતુ ત્રણ મહિનાથી જનેતાની જેમ ટીબીથી પીડિત હિન્દુ દર્દીની સેવાચાકરી કરી રહી છે.
ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
આજના સમયમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે. કે જ્યાં સગા પુત્રએ જ માતાને પોતાની પાસે રાખવાને બદલે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી હોય. સગા ભાઈએ ભાઈને દગો આપ્યો હોય. આવા સમયમાં ચોકબજાર ખાતે ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં મળી આવેલા. 42 વર્ષીય પ્રદિપરામ કિશન ગુપ્તા ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને ગંભીર પ્રકારની ટીબી હોવાનું નિદાન થતા હાલમાં વોર્ડમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોની ટીમ તેને જલ્દી સ્વસ્થ કરવા માટે મહેનત કરી રહી છે. બીજી બાજુ શરૂઆતમાં ડોક્ટરો અને સ્ટાફને પણ એવું વિચારતા હતા કે. પ્રદીપના કોઈ સગા આવી જાય તો તેને પરિવારની હૂંફ પણ મળશે.
પુત્રની જેમ સંબંધ બની ગયો હોય એમ લાગતું
તે દરમિયાન જાણે ફરિશ્તાની જેમ 60 વર્ષીય ફરિદાબાનુ ત્યાં આવી પહોંચ્યા હતા. સેવાભાવિ સ્વભાવના ફરિદાબાનુને જયારે ખબર પડી કે. પ્રદીપ એકલો જ છે તેની પાસે કોઈ સગા નથી. ત્યારે તેમનાથી રહેવાયું નથી અને તેમણે નક્કી કરી લીધું કે હવે તેઓ પોતે પ્રદીપની દેખરેખ કરશે. ફદારીદા બાનુએ જણાવ્યું હતું કે ત્રણ મહિનાથી તેઓ પ્રદીપની સાથે જ છે. ચોવીસ કલાક માંથી ફક્ત ન્હાવા માટે જ તેઓ પોતાના ઘરે ઓલપાડ જાય છે. ત્યાર બાદ આખો સમય તેઓ પ્રદીપ સાથે જ વોર્ડમાં રહે છે. પ્રદીપ સાથે તેમણે જાણે પુત્રની જેમ સંબંધ બની ગયો હોય તે રીતે તેઓ તેની દેખરેખ અને સારસંભાળ રાખી રહ્યા છે.
Humanity Over Caste : જાતિ અને ધર્મ ભૂલી માનવતામાં વિશ્વાસ કર્યો
સ્મિમેર હોસ્પિટલના તબીબ ના કેહવા અનુસાર શરૂઆતમાં પ્રદીપની સ્થિતિ ગંભીર હતી. જો કે હવે ધીરે ધીરે તેની તબિયતમાં સુધાર આવી રહ્યો છે. જયારે શરૂઆતમાં તેને સ્મિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે બિનવારસી તરીકે હતો. પરંતુ ફરિદાબાનુ જે પોતે એક મુસ્લિમ જે પરંતુ જાતિ અને ધર્મ ભૂલી. માનવતામાં વિશ્વાસ કરીને એક માતાની જેમ પ્રદીપની સેવાચાકરી કરી રહ્યા છે. માંની જેમ તેની સારસંભાળ લઇ રહયા છે. આજે એવો યુગ છે કે ભાઈ ભાઈને પૂછતો નથી. આવી પરિસ્થિતિઓમાં સહારો મળવો એ ધર્મ અને જાતિથી ઉપર કહેવાય.
જાતિના નામે લડનારાઓ માટે આ એક આંખ ખોલનારો કિસ્સો
મુસ્લિમ વૃદ્ધા લાવારિશ યુવકને ત્રણ મહિનાથી પુત્રની જેમ સાચવી રહી છે. માનવસેવાનો આ સૌથી મોટું ઉદાહરણ છે. ખાસ કરીને ધર્મ અને જાતિના નામે લડનારાઓ માટે આ એક આંખ ખોલનારો કિસ્સો છે. ફરીદા બાનું પવિત્ર મક્કાથી લાવવામાં આવેલું ઝમ ઝમનું પાણી પણ પ્રદીપને પીવડાવે છે. જેથી દવા અને દુઆના સહારે તે જલ્દી સ્વસ્થ થઇ જાયે તેવી આશા છે. જે રીતે ફરીદા બેન નિસ્વાર્થભાવે અને માનસેવાના નાતે પ્રદીપની સેવાચાકરી કરી રહ્યા છે. તે જોઈ ડોકટરો પણ ગદગદ થઇ ગયા છે.
તમે આ પણ વાચી શકો છો :
PM Modi on Karpuri Thakur: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથને ફોન કર્યો
તમે આ પણ વાચી શકો છો :