HomeGujarathostel projectની  મુલાકાતે જય વસાવડા અને આર જે દેવકી -India News Gujarat

hostel projectની  મુલાકાતે જય વસાવડા અને આર જે દેવકી -India News Gujarat

Date:

hostel project શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને આગવી ઓળખ આપશે -India News Gujarat

જાણીતા લેખક અને વક્તા જય વસાવડા તથા ગુજરાતી નાટકના કલાકાર અને RJ દેવકી શુક્રવારે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી નિર્માણધીન hostel projectની  મુલાકાતે આવ્યા હતા.  સુરત ખાતે નિર્માણાધિન આ પ્રોજેક્ટનું બાંધકામ હાલમાં પુર જોશમાં ચાલી રહ્યુ છે. તેમજ પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા તેમાં મોટા પ્રમાણમાં દાન આપવામાં આવી રહ્યુ છે. hostel projectને ઝડપથી સાકાર કરવાની દિશામાં સતત પ્રયાસો થઇ રહ્યા છે. તેમજ hostel projectનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે એ દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણાધિન hostel project સમગ્ર રાજ્યના લોકો માટે એક નવુ જ નજરાણું બની રહેવાનું છે.-India News Gujarat

hostel projectની મુલાકાતે આવેલા આર જે દેવકી અને જય વસાવડાએ શું કહ્યું   -India News Gujarat

વરાછા રોડ પર વાલક નજીક ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર hostel projectની  મુલાકાતે આવેલા એવોર્ડ વિનર RJ દેવકીએ જણાવ્યું હતું કે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે માત્ર લોકજાગૃતિ જ એક ઉપાય છે. ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી નાટકો જોનારો વર્ગ ઘટતો જાય છે. પરિણામે ગુજરાતી ભાષાની સમૃધ્ધિ ઘસાતી જશે. નવી જનરેશન ગુજરાતી ભાષા યોગ્ય રીતે બોલી શકશે નહિ. ગુજરાતી ભાષામાં અનેક પુસ્તકો લખનાર લેખક જય વસાવડાએ સુરતમાં નિર્માણ થનાર હોસ્ટેલ અંગે ખુશી વ્યક્ત કરી હતી. hostel project ખાતે કેશુભાઈ પટેલ ઓડીટોરીયમના માધ્યમથી એક વિશેષ સેવા થઇ શકશે. પાટીદાર ગેલરી પાટીદારોના ઇતિહાસને જીવંત કરી આવનારી પેઢીને દિશા આપશે.-India News Gujarat

hostel project ખાતે આ અગ્રણીઓ રહ્યા હાજર -India News Gujarat

hostel project      ખાતે આજે           શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળા ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયા તથા  હરિભાઈ કથીરીયા એ ગુજરાતના ગૌરવ એવા બંને વિશિષ્ઠ વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી હિંમતભાઈ ધોળકિયા, ભવાનભાઈ નવાપરા, કાંતિભાઈ મારકણા, દિલીપભાઈ વસાણી, કાળુભાઈ સેલડીયા, ભરતભાઈ સતાસિયા, તથા અંકીતભાઈ બુટાણી તથા વગેરે કાર્યકર્તાઓએ વિચારગોષ્ઠીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંકલન ભાવેશભાઈ રફાળીયા તથા અશ્વીનભાઈ વાગડીયાએ કર્યું હતું. -India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Check return caseમાં વેપારીને બે વર્ષની કેદ

આપ આ પણ વાંચી શકો છોઃ-Leopard દેખાતા ઓલપાડ તાલુકાના ગામોમાં ગભરાટ

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories