Hostel projectના માધ્યમથી વધુ સારૂ પરિણામ મળશે – India News Gujarat
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં વિશેષ સુવિધાઓ સાથે Hostel Projectનિર્માણપામી રહ્યો છે. Hostel Projectceમાં ૧૦૦૦ ભાઈઓ અને 500 બહેનો માટે Hostel સુવિધા અને કારકિર્દી માટે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે. વિવિધ સરકારી વિભાગમાં નોકરી કરતા ૫૦ થી વધુ પટેલ સમાજ ના યુવા અધિકારીઓએ આજે Hostel Projectની મુલાકાત લીધી હતી.ગુજરાત સિવિલ સર્વિસ એકેડેમી GCSA સુરત જી.પી.એસ.સી. સહીત સરકારી નોકરી મેળવવા માટેની પરીક્ષા અંગે તૈયારી કરાવે છે. માત્ર સેવા ભાવનાથી ચાલતી આ સંસ્થામાં ખુબ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓને સફળતા મળી રહી છે. આ સંસ્થાના વડા નિવૃત Dy.S.P. જે.એમ.પટેલ સહીત ૫૦ થી વધુ અધિકારીઓએ આજે Hostel Projectની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુરતમાં સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરાવવામાટે હજુ વધુ સારી સુવિધાની જરૃર છે. તેમ છતાં સુરત માંથી સારું પરિણામ મળી રહ્યું છે. આગામી સમયમાં વધુ સુવિધા મળશે તો વધુ સારું પરિમાણ મળી શકશે તેવો વિશ્વાસ Hostel Project જોયા બાદ જે.એમ.પટેલે વ્યક્ત કર્યો હતો.- India News Gujarat
Hostel Project અંગે અધિકારીઓને માહિતી આપવામાં આવી – India News Gujarat
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, અને યુવા ટીમે સર્વોને આવકારી Hostel Projectની માહિતી આપી હતી.શિક્ષણ ક્ષેત્રે સુરતમાં નોંધનીય જાગૃતિ છે. મેડીકલ અને એન્જીનીયરીંગ ઉપરાંત CA, CS અને CMA માટે સુરત હબ બની રહ્યું છે. હાલમાં પટેલ સમાજના ૨૦૦૦ યુવક-યુવતીઓ સુરતમાં CA પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેના માટે અને સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા યુવા-યુવતીઓ માટે Hostel Project મહત્વ નું કેન્દ્ર બનશે તે અંગે ની જાણકારી સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળા એ આપી હતી. સરકારી ઉચ્ચ હોદ્દા પર કામ કરતા અધિકારીઓ પૈકી કેયુર પાઘડાળ, કિંજલ ઝાલાવાડિયા, Hostel Project જસ્મીનની મુલાણી, આશિષ ઘવા, મૌલિક વોરા, વિવેક ગજેરા તથા ગૌતમભાઈ વગેરે અધિકારીશ્રીઓએ Hostel Projectની માહિતી મેળવી હતી. સર્વે અધિકારીઓએ પટેલ સમાજના Hostel Project ને શીભેચ્છા પાઠવી હતી.- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Airport-એપ્રોચ લાઈટ સિસ્ટમ મુકવાની રજૂઆત
આપ આ પણ વાંચી શકો છોઃ-Honey Trapમાં ફસાવી વેપારી પાસે રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઇ