HomeGujaratHospitality Skill Center : આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમ અપાશે, IHCL દ્વારા પ્રાયોજિત...

Hospitality Skill Center : આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમ અપાશે, IHCL દ્વારા પ્રાયોજિત હોસ્પિટાલિટી સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન – India News Gujarat

Date:

Hospitality Skill Center : વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર હસ્તે ઉદ્દઘાટન. પ્રવાશનની વધતી લોકપ્રિયતા માટે કૌશલ્યવર્ધન અતિઉપયોગી.

૧૨૦ આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે

એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું છે. આઇએચસીએલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી. પ્રતિવર્ષ ૧૨૦ આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે.

વિકાસ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન મહત્વપૂર્ણ

આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું છે. એકતાનગર ખાતે યોજાયેલા ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ડો. જયશંકરે જણાવ્યું કે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બહોળો વિકાસ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન મહત્વપૂર્ણ છે. હું જ્યારે પ્રથમ વખત ગુજરાત માંથી રાજ્યસભાનો સાંસદ બન્યો હતો. ત્યારે વડાપ્રધાનએ મને નર્મદા જિલ્લાની મુલાકાત લેવા સૂચવ્યું હતું. આ પાંચ વર્ષના સમયગાળામાં નર્મદા જિલ્લાનો વિકાસ ઉડીને આંખે વળગે એવો છે. વિદેશી પ્રવાસીઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા વધી રહી છે.

જીએમઆર બાદ એકતાનગરમાં આ બીજું કૌશલ્યવર્ધન કેન્દ્ર

વર્ષ ૨૦૨૨માં વિદેશ મંત્રાલય દ્વારા એકતાનગર ખાતે વિવિધ દેશના રાજદૂતોની પરિષદ યોજવામાં આવી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘના વડા શ્રીયુત ગુટરોસની ઉપસ્થિતિમાં. વડાપ્રધાનનું મહત્વાકાંક્ષી મિશન લાઇફ લોંચ કરવામાં આવ્યું હતું. જીએમઆર બાદ એકતાનગરમાં આ બીજું કૌશલ્યવર્ધન કેન્દ્ર છે. જેમાં ટાટા ગ્રુપનો સહયોગ મળ્યો છે. ડો. જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશવિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે. યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યક્તા ઉપર ભાર મૂક્યો હતો.

Hospitality Skill Center : આદિવાસી પરિવારો માટે રોજગારીના અવસર

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના વિકાસથી અનેક આદિવાસી પરિવારો માટે ઘર આંગણે રોજગારીના અવસર મળ્યા છે. અર્થોપાર્જન થકી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે અને તે જોઇ શકાય છે. આદિવાસી ક્ષેત્રમાં આવા મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળને કારણે હોટેલ ઉદ્યોગ વિકસી રહ્યો છે. આવા સમયે આ સ્કીલ સેન્ટર આદિવાસી યુવાનો માટે ફાયદાકારક બનશે. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે જીએમઆર તાલીમ કેન્દ્રની સાવ આકસ્મિક મુલાકાત લીધી હતી. અને અહીં ક્લાસરૂમમાં જઇ છાત્રો સાથે સંવાદ સાધ્યો હતો.

તમે આ પણ વાચી શકો છો :

‘Ayodhyotsav’ Annual Function Held/વી.એન.ગોધાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ ‘અયોધ્યોત્સવ’ યોજાયો

તમે આ પણ વાચી શકો છો :

Workshop Of P.C. & P.N.D.T/‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નો વર્કશોપ યોજાયો

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories