HomeGujaratHoney Trapમાં ફસાવી વેપારી પાસે રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઇ- India News Gujarat

Honey Trapમાં ફસાવી વેપારી પાસે રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઇ- India News Gujarat

Date:

Honey Trap માં ફસાવવા માટે વોટસએપ કોલનો ઉપયોગ કર્યો – India News Gujarat

સુરત શહેરના એક ફરસાણના વેપારીને Honey Trapમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં ફરસાણની દુકાન ચલાવતા એક વેપારીને અજાણ્યા નંબર પરથી વોટસ એપ મેસેજ આવ્યો હતો. વેપારીએ રિપ્લાય આપતા સામે છેડેથી યુવતીએ પોતાનું નામ ખુશ્બુ હોવાનું જણાવ્યું હતું. બે ત્રણ દિવસ સુધી તેમની સાથે વાત કરી અને ખુશ્બુએ તેને Honey Trapમાં ફસાવવા માટે વોટસ એપ કોલ કરી વેપારીને ડભોલી શાક માર્કેટ પાસે બોલાવ્યો હતો. જ્યાં એક ફ્લેટમાં આ વેપારીને લઇ જઇ અને પોતાનું નામ જયશ્રી બોરડ હોવાનું જણાવ્યું હતું. તેમજ વેપારીને Honey Trapમાં ફસાવવા માટે સાથે તેણે બિભત્સ ચેનચાળા કર્યા હતા. થોડી વારમાં બે વ્યક્તિ આવ્યા હતા અને તેમણે જયશ્રી પોતાની પત્ની હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. થોડા સમય પછી બીજા બે વ્યક્તિ આવ્યા હતા અને તેમણે જયશ્રી પોતાની બેન હોવાનું જણાવી અને મારપીટ કરી હતી. તેમજ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાધાન પેટે રૂપિયા માંગ્યા હતા. રૂપિયા 50 હજારની માંગણી કરી અને પ્રથમ રૂપિયા 10 હજાર પડાવી લીધા હતા. Honey Trapમાં ફસાયેલા વેપારીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. – India News Gujarat

અન્ય યુવાનોને પણ આ ટોળકીએ Honey Trapનો શિકાર બનાવી છે – India News Gujarat

ફરસાણના વેપારીને Honey Trapમાં ફસાવનાર ટોળકી ઝડપાયા બાદ પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો હાથ લાગી છે. પોલીસનું એવુ માનવુ છે કે, આ ટોળકીએ શહેરના અન્ય યુવાનોને પણ Honey Trapમાં ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા Honey Trapના આ ગુનામાં જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલની ધરપકડ કરી છે. તેમજ તેમની આંકરી પુછપરછ ચાલુ કરી છે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ- ચેમ્બર દ્વારા health conference યોજાશે

આપ આ પણ વાંચી શકો છોઃ-Booster Dose Update: બૂસ્ટર ડોઝ માટે નવું રજિસ્ટ્રેશન નહિ કરાવવું પડે

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories