Holi Preparation In Dang Darbar : ડાંગના પાંચ રાજાને અપાય છે પોલિટિકલ પેન્શન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ડાંગ દરબારનો આરંભ કરાયો.
ડાંગ દરબાર ૫ દિવસ સુધી ચાલશે
ડાંગની પર્ંપરાગત ભાતીગળ સંસ્કતિના પ્રતિક સમાન ડાંગ દરબાર 2024 જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે, ૧૧૮ વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર ૫ દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના પાંચ ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેંશન આપવામાં આવ્યું હતું.
રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું
આદિવાસી ઓના મુખ્ય તહેવાર હોળી પૂર્વે યોજાતા ડાંગ દરબારની રંગારંગ સરૂઆત થઈ છે, સામન્ય રીતે રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે જોકે આ વખતે આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે, આહવા કલેકટર કચેરી ખાતે સવારે વહીવટી તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજા ઓની સાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી, રાજવીઓની શાહિ સવારી શોભાયાત્રા રૂપે કલેકટર કચેરી ખાતેથી નીકળી જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્ય સાથેની ઝાંખી સાથે સામીયાણા સુધી પહોંચી હતી. આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગઉપવને પહોચી હતી, જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલીયાણા પેટેની રકમ અને પાનસોપારી તેમન મોમેન્ટો આપીને પાંચ રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું.
Holi Preparation In Dang Darbar : કામગીરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા હતી.
આખા દેશમાં આઝાદી પછી રાજવાડાઓ ખાતાં કરી દેવામાં આવ્યા હતા ને તમામ રાજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવાયું હતું આ કામગીરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા હતી.. ત્યારે દેશમાં એક માત્ર ડાંગ પ્રદેશ એવો છે જ્યાં અંગ્રેજો પોતાની હૂકુમત સ્થાપિત કરી શક્યા ના હતા અને અનેક પ્રયાસો પછી પણ ડાંગી રાજાઓ સામે અંગ્રેજો જીત્યા ના હતા એટલા માટે ડાંગી રાજાઓને વર્ષો થી પોલિટિકલ પેન્શન ના રૂપે સાલયાણું આજે પણ ચાલુ છે.
તમે આ પણ વાંચી સકો છો :
Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો
તમે આ પણ વાંચી સકો છો :
Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’