HomeGujaratHijab Removal Controversy : ધોરણ 10ની પરીક્ષાાર્થી વિધાથીનીઓને હિજાબ કઢાવવાનો વિવાદ, મુસ્લિમ...

Hijab Removal Controversy : ધોરણ 10ની પરીક્ષાાર્થી વિધાથીનીઓને હિજાબ કઢાવવાનો વિવાદ, મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવતા વિવાદ વકાર્યો – India News Gujarat

Date:

Hijab Removal Controversy : પરીક્ષાને ધ્યાને લઈ સંચાલકોની તાત્કાલિક બદલી. વિદ્યાર્થીની જે પોતાના વાલીને ફરિયાદ કરતા મામલો વકર્યો. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચ્યો. મામલો ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો દૌર લંબાવ્યો.

હિજાબ ધારણ કરેલો હોય જે કઢાવી પરત નહીં કરતા વિવાદ વકર્યો હતો

ભરૂચ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે અને અંકલેશ્વર પંથકની એક શાળાના પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા આવેલી અને હિજાબ ધારણ કરેલો હોય જે કઢાવી પરત નહીં કરતા વિવાદ વકર્યો હતો જેના પગલે સમગ્ર મામલો સામે આવતા સીસીટીવી ફૂટેજ મેળવી ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીમાં ફરિયાદ થતા તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે

Hijab Removal Controversy : સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં પણ ભાંડો ફૂટ્યો હતો

ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ રહી છે ત્યારે અંકલેશ્વર પંથકની એક પરીક્ષા કેન્દ્ર ઉપર ઘણી વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી રહી હતી અને પરીક્ષા બેઠક ઉપર પરીક્ષા આપે તે પહેલા જ પરીક્ષા લેનાર શિક્ષકો અને અન્ય સંચાલકોએ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ સ્કાર્ફ હિજાબ પહરેલા હોય તે કઢાવી નાખી પરત નહીં આપતા પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીઓ ઘરે પરત જતા પોતાના વાલીઓને હિજાબો પરીક્ષામાં કઢાવ્યો હોવાની વાત કરતાં વાલીઓમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જેમાં એક વાલીએ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી સીસીટીવી ફૂટે ચેક કરતા તેમાં પણ ભાંડો ફૂટ્યો હતો જેના કારણે પરીક્ષા અને વિદ્યાર્થીની એ પહેરેલા હિજાબ સાથે શું લેવા દેવા તેવા સવાલો ઉભા કરી ફરિયાદ કરી હતી

હિજાબો કઢાવનાર શિક્ષકોની તાત્કાલિક બદલી કરી નાખી

પરીક્ષા કેન્દ્ર ઉપર મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવવામાં આવતા હોવાનો વિવાદ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચ્યો હતો જેના પગલે વિવાદ વધુ તુલ પકડે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલજીએ પણ વિદ્યાર્થીનીઓ અને હિજાબો કઢાવનાર શિક્ષકોની તાત્કાલિક બદલી કરી નાખી હતી અને પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સમય ન બગડે અને કોઈ તકલીફ ન પડે તેવા પ્રયાસો કર્યા હતા અને વાલીની ફરિયાદ લઈ આ બાબતે જીણવટ ભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જિલ્લા શિક્ષણ અધિકારી એ કહ્યું હતું.

Hijab Removal Controversy : ફરિયાદી સહિત મુશલીમ પરીક્ષાર્થી પણ આ સંજોગોમાં સહયોગ કરીને પરીક્ષા આપે એ ખૂબ જરૂરી બન્યું

પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય અને શાંતિ પૂર્વક પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય એમાટે શિક્ષકો દ્વારા ચેકિંગ સહિતની કામગીરી થતી હોય છે અને પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી રહેલા પરીક્ષાર્થી કોણ છે એ જોવું જારી હોય છે ત્યારે ફરિયાદી સહિત મુશલીમ પરીક્ષાર્થી પણ આ સંજોગોમાં સહયોગ કરીને પરીક્ષા આપે એ ખૂબ જરૂરી બન્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

BJP’s second list heats up politics in DNH : શિવસેન(ઠાકરે જૂથ) ના સાંસદ ભાજપમાંથી લડશે ચુંટણી

તમે આ પણ વાંચી સકો છો :

Tapi Goods Train Corridor: તાપીમાં આદિવાસી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, તમામ પ્રોજેકટો રદ્દ કરવાની માંગણી

SHARE

Related stories

Latest stories