High Cholesterol: કોલેસ્ટ્રોલ વધવાથી વધે છે આ બીમારીઓનું જોખમ, સાવચેત રહો-India News Gujarat
- High Cholesterol: વજન, આહાર, આનુવંશિકતા, દવાઓના સેવન અથવા જીવનશૈલીના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા લાગે છે.
- જેના કારણે વ્યક્તિને અન્ય ઘણી બીમારીઓ થવાની શક્યતાઓ પણ વધી જાય છે.
- ભાગદોડી વાળી લાઇફ સ્ટાઇલ અને અનહેલ્થી ખોરાકના કારણે આજકાલ બિમારીનું પ્રમાણ વધી ગયું, આમા પણ ખાસ કરીને હ્રદય રોગની સમસ્યા ખુબ વધી રહી છે.
- બેડ કોલેસ્ટ્રોલ આનું સૌથી મોટું કારણ છે.
- કોલેસ્ટ્રોન બે પ્રકારના હોય છે એક ગુડ કોલેસ્ટ્રોલ અને એક બેડ કોલેસ્ટ્રોલ, શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા હોવી એ સારી બાબત છે
- પરંતુ ખરાબ કોલેસ્ટ્રોન અનેક બિમારીઓ વધારી શકે છે
આજે આપણે આ બિમારીઓ અંગે ચર્ચા કરીશું.
કોરોનરી હાર્ટ ડિસીઝ
- ઘણી વખત તમે ડોક્ટરોને કહેતા સાંભળ્યા હશે કે ઉચ્ચ કોલેસ્ટ્રોલ તમારા હૃદય માટે બિલકુલ સારું નથી.
- ખરેખર, આ કોરોનરી હૃદય રોગનું જોખમ વધારે છે. આ સ્થિતિમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.
- આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે તે ધમનીઓની દિવાલોમાં જમા થઈ શકે છે.
સ્ટ્રોક
- હાઇ કોલેસ્ટ્રોલ હોવાને કારણે સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.
- હાઇ કોલેસ્ટ્રોલ માત્ર હૃદયને જ નહીં પરંતુ મગજ તરફ જતી ધમનીઓને પણ અવરોધે છે.
- જ્યારે મગજ સુધી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે ન જાય તો બ્રેઇન સ્ટ્રોકની શક્યતા વધી જાય છે
કિડની ફેલ થવી
- ઘણી વખત જ્યારે કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે તેનો ખતરો કિડની પર પણ મંડરાય છે.
- કિડની ફેલ થવાના ઘણા કારણો હોઈ શકે છે અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ તેમાંથી એક મુખ્ય કારણ છે
- જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે કિડની સાથે જોડાયેલી રક્તવાહિનીઓમાં પ્લેક બને છે, જેના કારણે લોહીનો પુરવઠો અવરોધાય છે.
હાઈ બ્લડ પ્રેશર
- તમને જણાવી દઈએ કે જો કોલેસ્ટ્રોલ લેવલ સતત વધતું રહે તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
- આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે ધમનીઓ સાંકડી થઈ જાય છે, ત્યારે હૃદય માટે શરીરના અન્ય ભાગોમાં યોગ્ય રીતે રક્ત પરિભ્રમણ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)
તમે આ પણ વાંચી શકો છો-
High Cholesterol Foods : આ ખોરાક ઉચ્ચ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
તમે આ પણ વાંચી શકો છો-