HomeGujaratHeatwave in Gujarat: યલો એલર્ટ વચ્ચે અમદાવાદમાં 125 ટ્રાફિક સિગ્નલ ચાર કલાક...

Heatwave in Gujarat: યલો એલર્ટ વચ્ચે અમદાવાદમાં 125 ટ્રાફિક સિગ્નલ ચાર કલાક માટે રહેશે બંધ – India News Gujarat

Date:

Heatwave in Gujarat

ઈન્ડિયા ન્યૂઝ, અમદાવાદ: Heatwave in Gujarat: એપ્રિલનો અડધો મહિનો વીતી ગયા બાદ હવે ગુજરાતમાં ગરમીએ પોતાનું પરચો બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે રાજ્યને યલો એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના 125 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવાનો એક મોટો નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, લોકોએ સખત ગરમી અને સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી સિગ્નલ પર રાહ જોવી પડશે નહીં. જ્યારે ટ્રાફિક પોલીસે 125 સિગ્નલો ચાર કલાક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યારે 58 મુખ્ય અને મહત્વપૂર્ણ સિગ્નલોના સમયમાં ઘટાડો કર્યો છે. India News Gujarat

આ નિર્ણય સમગ્ર ઉનાળા દરમિયાન લાગુ રહેશે

Heatwave in Gujarat: અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા લેવાયેલા નિર્ણયમાં જણાવાયું છે કે લોકોને ગરમીથી બચાવવા માટે સિગ્નલના સમયમાં ઘટાડા સાથે બપોરના સમયે ચાર રસ્તાઓ પર તે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે બપોરે 12.30 થી 4.30 વાગ્યા સુધી શહેરના 125 સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય 58 સિગ્નલની સાઈકલનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે. આ સિગ્નલોનો સમય 20થી ઘટાડીને 25 મિનિટ કરવામાં આવ્યો છે. લાંબા સમય સુધી સિગ્નલની રાહ જોવાથી હીટ સ્ટ્રોક થઈ શકે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર ઉનાળા દરમિયાન આ વ્યવસ્થા જળવાઈ રહેશે. શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું છે. તો હવામાન વિભાગે શહેરમાં અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અમદાવાદ ઉપરાંત રાજકોટ, અમરેલી અને ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને હળવા વરસાદની આગાહી કરી છે. India News Gujarat

અમદાવાદ-ભૂજમાં અસહ્ય ગરમી

Heatwave in Gujarat: ગુજરાતમાં અમદાવાદ અને ભૂજમાં સૌથી વધુ 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી, રાજકોટમાં 38.2, વડોદરામાં 38 અને સુરતમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે શનિવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે અમદાવાદ ઉપરાંત રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં શનિવારે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હળવો વરસાદ પડી શકે છે. India News Gujarat

Heatwave in Gujarat

આ પણ વાંચોઃ Gujarat Politics: વડોદરામાં પાટીલના મોકા પર ચોકા – India News Gujarat

આ પણ વાંચોઃ BJP Double Attack: ડબલ ધમાલથી AAP બેકફૂટ પર –India News Gujarat

SHARE

Related stories

Latest stories