HomeGujarathealth tips :જિમ-વર્કઆઉટ પહેલા જ્યુસ, ગ્લુકોઝ, બ્લેકકોફી, કેળા કે પીનટ બટર.. શું...

health tips :જિમ-વર્કઆઉટ પહેલા જ્યુસ, ગ્લુકોઝ, બ્લેકકોફી, કેળા કે પીનટ બટર.. શું છે બેસ્ટ ?- India News Gujarat

Date:

health tips :જિમ-વર્કઆઉટ પહેલા જ્યુસ, ગ્લુકોઝ, બ્લેકકોફી, કેળા કે પીનટ બટર.. શું છે બેસ્ટ ?- India News Gujarat

આજની લાઇફસ્ટાઇલ (lifestyle) મુજબ લોકો કસરત કરે છે અથવા તો જિમમાં જઈને કસરત (workout) કરે છે. જિમ જતા લોકો એનું વધુ ધ્યાન કસરત કરવામાં જ લગાવતા હોય છે. બહુ જ ઓછા લોકોને આ જાણકારી હોય છે.

  • જીમમાં જતા પહેલા અને જીમથી આવ્યા બાદ કઇ વસ્તુનું સેવન કેટલા પ્રમાણમાં કરવું જોઈએ. આ એટલા માટે કરવામાં આવે છે. કારણકે વર્કઆઉટ (workout) કરવા માટે શરીરને એનર્જીની જરૂરત હોય છે. ડાયટિશિયન ડો. કામિની સિન્હાએ જણાવ્યું હતું કે, જિમ અથવા કસરત પહેલા ગ્લુકોઝ અથવા પેક્ડ જ્યુસની બદલે ડાયેટ કેવું હોવું જોઈએ.

કસરત કરતા પહેલા કેમ ના પીવું જોઈએ ગ્લુકોઝ(health tips)

  • જિમ અથવા એક્સરસાઇઝ(workout) કરતા પહેલા ઘણા લોકો ગ્લુકોઝ અને પૅક્ડ જ્યુસ પીવે છે. જેનાથી એનર્જી મળે છે પરંતુ મેટાબોલિઝ્મ સારું રહેતું રહેતું નથી. તો પેક્ડ જ્યુસમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે. તો ગ્લુકોઝમાં પણ સામાન્ય ખાંડ અને મોનોસૈકરાઈડ હોય છે.
  • પરંતુ ફ્રૂકટોઝ અને સુક્રોઝનની તુલનામાં ગ્લુકોઝ ઓછું મીઠું હોય છે.

ગ્લુકોઝની બદલે શું પી શકાય ? (health tips)

  • વર્કઆઉટ (workout) કરતા પહેલા તમે બ્લેક કોફી પી શકો છો. તેમાં ભરપૂર પ્રમાણમાં કૈફીન હોય છે. જે શરીરમાં મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં રહેલી ફેટને આસાનીથી દૂર કરી શકાય છે.
  • જિમ જતા પહેલા અથવા તો કસરત દરમિયાન કોફી સિવાય, લીંબુ પાણી અથવા તો ડીટોક્સ વોટર પણ પી શકો છો.

જો શક્ય હોય તો જિમ પહેલાં ગુડ કાર્બ લો (health tips)

  • વર્કઆઉટ(workout) પહેલાં શક્ય હોય તો ગુડ કાર્બ લેવું જોઈએ, જે સરળતાથી પચી જાય છે અને જે શરીરને એનર્જી આપે છે. કસરત દરમિયાન શરીરમાં ચરબીના રૂપમાં રહેલું ગ્લુકોઝ તૂટી જાય છે.
  • જેના કારણે ક્યારેક શુગર ઓછું થઈ જાય છે. તેથી, વર્કઆઉટ પહેલાં તમારે એવો ખોરાક અથવા ફળો લેવા જોઈએ. જેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. જેમ કે કેળા, બ્રેડ સાથે પીનટ બિટર ખાઈ શકાય છે.

કેમ પડે છે ગ્લુકોઝની જરૂરત (health tips)

  • જીમમાં વર્કઆઉટ(workout) કર્યા બાદ તમે થાકીને લોટપોટ થઇ જાવ છો. તેથી તમને ગ્લુકોઝની જરૂર રહે છે. જેથી શરીરને તરત જ એનર્જી મળે અને કસરત પુરી કરી શકો. પરંતુ તમે વર્કઆઉટ કર્યા પહેલા કાર્બ ફૂડ અથવા તો ફ્રૂટ્સનું સેવન કરીને જિમના વર્કઆઉટ દરમિયાન રિફ્રેશ થઇ શકો છો.
  • આ માટે તમે પાણી, ફ્રૂટ્સ, લીંબુ પાણી અથવા તો તકમરિયાંનું શરબત લઇ શકો છો.ઘણા લોકો વર્કઆઉટ (workout) દરમિયાન પ્રોટીન શેઈક પણ લે છે. તો ન્યુટ્રિશનિસ્ટ અથવા જિમ ટ્રેનરની સલાહ લઈ શકો છો.

તમે આ પણ વાંચી શકો છો – Soaked Dry Fruits : જાણો ક્યા ડ્રાય ફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ અને કયા નહીં

તમે આ પણ વાંચી શકો છો-Weight Loss Drinks:દરરોજ ખાલી પેટ આ હેલ્ધી ડ્રિંક્સ પીઓ

SHARE

Related stories

Latest stories