HomeGujarat'Hawan-Yagna' In Civil Hospital : સિવિલ હોસ્પિટલમાં હવન-યજ્ઞનું આયોજન કરાયું શ્રીરામ મંદિર...

‘Hawan-Yagna’ In Civil Hospital : સિવિલ હોસ્પિટલમાં હવન-યજ્ઞનું આયોજન કરાયું શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આહુતિ આપાઈ – India News Gujarat

Date:

‘Hawan-Yagna’ In Civil Hospital : નર્સિંગ સ્ટાફ અને ડોકટરો દ્વારા કરાયો હવન. દર્દીઓ તંદુરસ્ત રહે તેવી પણ મંગળ કામના.

ભગવાન રામની મહા-આરતી કરવામાં આવી

આગામી 22 મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. ના પગલે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસીએશન, ફોસ્ટા અને તબીબી અધિક્ષકોના સંયુક્ત પ્રયાસથી હવન-યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં તમામ મહાનુભાવો, તબીબો, નર્સિંગની બહેનો દ્વારા હવન યજ્ઞમાં આહુતિ આપી ભગવાન રામની મહા-આરતી કરવામાં આવી હતી.

સૌ લોકોએ આહુતિ આપી

ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરના લોકોમાં ઘણો ઉત્સાહ છે. સૌ કોઈ લોકો આ ઐતિહાસિક ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભગવાન શ્રીરામને આવકારવા સૌ કોઈ દેશવાસીઓ ભારે થનગણી રહ્યા છે. ત્યારે સુરતમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ નવી સિવિલ કેમ્પસમાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન, ગુજરાત નર્સિંગ એસોસીએશન. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકો ઉપરાંત અન્ય તબીબી ગણ આ વિશેષ હવન-યજ્ઞના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હવન યજ્ઞમાં સૌ લોકોએ આહુતિ આપી આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની થવા જઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ખુશી વ્યક્ત કરી હતી.

‘Hawan-Yagna’ In Civil Hospital : ઘરોમાં દીવા પ્રગટાવી એકબીજાને મીઠાઈ વહેંચી

આ ઉપરાંત ભારત વિશ્વગુરુ તરફ આગળ વધે, દેશની શાંતિ અને સલામતી જળવાય રહે. સૌ કોઈ લોકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાય રહે તેવી અલગ અલગ કામના પ્રભુ શ્રીરામને કરી હતી. 500 વર્ષ બાદ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સૌ લોકોએ આભાર વ્યક્ત કર્યો છે. 22 જાન્યુઆરીએ લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવી એકબીજાને મીઠાઈ વહેંચી. આ ક્ષણને વધાવે તેવી અપીલ પણ ગુજરાત નર્સિંગ એસોસિયેશન દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ લોકોએ ભગવાન શ્રીરામની મહા-આરતી ઉતારી ધન્યતા પણ અનુભવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે અયોધ્યા માં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને રામ લલ્લાને આવકારવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દર્દીઓ તંદુરસ્ત થઈ પરત પોતાના ઘરે ફરે તેવી પણ કામના કરવામાં આવી હતી.

તમે આ પણ વાચી શકો છો :

Ayodhya Ram Mandir:  અયોધ્યામાં સુરક્ષા સઘન, મંદિરની દેખરેખ માટે 3 સ્તરીય કોર્ડન 

તમે આ પણ વાચી શકો છો :

CBSE Board Exam 2024-25: 10મા-12મા બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર, પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories