ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi ગ્રીષ્માના પરિવારનેસાંત્વના આપી ભાવુક થયા
ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસી અપાવવાનું વચન પૂર્ણ કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી harsh sanghviપાસોદરા સ્થિત ગ્રીષ્માના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. અને ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી ભાવુક થયા હતા. ગ્રીષ્માની હત્યા થઈ ત્યારબાદ તેના પરિવારજનો સાથે મુલાકાત કરી ગૃહ રાજ્યમંત્રીએ વચન આપ્યું હતું કે આરોપીને દાખલા રૂપ સજા કરાવવામાં આવશે. ફેનિલને ફાંસીની સજા થતાં જ હવે હર્ષ સંઘવીએ પોતાનું વચન પાળી બતાવ્યું છે એમ કહી શકાય.
ફાંસીના ચૂકાદાને ગૃહ રાજ્યપ્રધાન harsh sanghvi એ ઐતિહાસિક ગણાવ્યો
ગુરુવારે ફેનિલને ફાંસીના ચૂકાદાને ગૃહ રાજ્યપ્રધાન harsh-sanghvi એ ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે ફક્ત 70 દિવસમાં જ આરોપીને ફાંસીની સજા મળી છે. આરોપીઓને સજા અપાવવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ કેસ હવે કેસ હાઇકોર્ટમાં જશે તો તેનો પણ ઝડપી ઉકેલ લાવવાની તેમણે ખાતરી આપી હતી. ત્યારે હવે ગ્રીષ્માના હત્યારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા આપવામાં આવી છે. ત્યારે ફરી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારજનોને મળ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી.-India News Gujarat
harsh sanghvi એ કહ્યું, દીકરીઓ પરેશાન હોય તો પોલીસનો સંપર્ક કરે, કોઈનો ડર ન રાખે
ગ્રીષ્માના પરિવારની મુલાકાત સમયે હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, હું ગુજરાતની સૌ બહેનોને કહેવા માગું છું કે અમે તમારી સાથે છીએ. કોઈ પણ તકલીફ હોય તો બહેન દીકરીઓ પોલીસ પાસે આવજો. ગુજરાત પોલીસ કોઈ ને છોડશે નહિ. આ ચેતવણીને સમજી લેજો. તમામ દીકરાઓ પર ધ્યાન રાખો અને ચિંતા માતા પિતાએ કરવી જોઈએ. સમાજને સાથે રાખી પોલીસ સારું કાર્ય કરી રહી છે. અને આવા કેસોમાં આવતાં નિર્ણયો દાખલો બેસાડશે.-India News Gujarat
ગ્રીષ્માના પરિવારે ગૃહ મંત્રી અને પોલીસ અધિકારીઓનું સન્માન કર્યુ
ગ્રીષ્મા હત્યા કેસના કોર્ટના ચુકાદાથી ગ્રીષ્માનો પરિવાર ખુશ છે. ગ્રીષ્માનો પરિવાર ગૃહ રાજ્યમંત્રીનું સન્માન કર્યુ હતું. સાથે જ આ કેસમાં સારી તપાસ કરી અને સાંયોગીક પુરાવાઓ એકત્ર કરી આરોપી ફેનિલને ફાંસીની સજા અપાવનારા પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.-India News Gujarat
તમે આ વાંચી શકો છો: Grishma Murder case- હત્યારા ફેનિલ ને ફાંસીની સજા
તમે આ વાંચી શકો છો: surat કોર્ટે 3 મહિનામાં 4 આરોપીને ફાંસીની સજા ફટકારી