Hardwork, sincerity and time management સફળતાની ચાવી – India News Gujarat
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભગવાન મહાવીર યુનિવર્સિટી અને અનુબંધમ, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે અડધા દિવસની એચઆર યુથ કોન્કલેવ તેમજ મેગા જોબ ફેર માટે લોન્ચીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તેમજ કી–નોટ સ્પીકર અતિક દેસાઇએ જણાવ્યું હતું કે, જીવનમાં કયારેય Hardwork, sincerity and time management વગર આગળ વધી શકાય નહીં. ફિલ્ડમાં આવ્યા બાદ જ ખરું શીખવાનું મળે છે. પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોય પણ લક્ષ્ય સુધી પહોંચવા Hardwork, sincerity and time managementથી જ રસ્તા શોધવા પડે છે. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, અહીં બેસેલી દરેક વ્યકિત પરફેકટ છે પણ તમારે વેલ્યુ એડીશન કરવાની જરૂર છે. તમે પોતાના માટે તો કોન્ટ્રીબ્યુટ કરો જ છો પણ સમાજ અને દેશ માટે પણ કોન્ટ્રીબ્યુશન આપશો તો આ દેશ પાછળ નહીં રહે. જીવનમાં Hardwork, sincerity and time management હશે તો સફળ થશો. સમયની કદર કરશો તો તમારો સમય સારો રહેશે. તેમણે વિદ્યાર્થીઓને પીડીસીએ (પ્લાન, ડુ, ચેક અને એકટ)નું સુત્ર આપ્યું હતું. જીવનમાં આજિવન શીખતા રહેવાની સિસ્ટમ અપનાવવા સલાહ આપી હતી. પોતાની કિંમત તમને કરતા આવડવી જોઇએ તેમ તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.- India News Gujarat
Corporate ઇન્ટરન્યુની તૈયારી વિશે જણાવ્યુ અસ્માની સુરવે એ….- India News Gujarat
અસ્માની સુરવેએ વિદ્યાર્થીઓને Corporate ઇન્ટરન્યુની તૈયારી કઇ રીતે કરવી તે વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે Corporateમાં મેમરીને બદલે ડેટાનું મહત્વ વધ્યું છે. આથી Corporate ઇન્ટરવ્યુ દરમ્યાન પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું ? તેના વિશે સમજણ આપી હતી. પોતાની જાતને ઓળખો અને Corporateમાં ઇન્ટરવ્યુ માટે જાવ છો તેના વિશે પહેલા માહિતી મેળવવાની સલાહ આપી હતી. Corporateમાં ડોકયુમેન્ટ પ્રેઝન્ટેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન, નીટ કલીન એન્ડ હાઇજેનિક લુક, ઇમેજ ક્રિએશન અને બોડી લેંગ્વેજ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. Corporate ઇન્ટરવ્યુ દરમ્યાન ઇમોશનને મેનેજ કરવાની સલાહ તેમણે આપી હતી. ડો. નિરવ મંડિરે વિદ્યાર્થીઓને મલ્ટી ટાસ્કર બનવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે ફિલ્ડમાં કામ કરો છો તેમાં પોતાની જાતને સતત અપડેટ કરતા રહેવું જોઈએ. વર્ક પ્લેસ ઉપર ડિજીટલાઇઝેશન ઉપર ફોકસ કરવાનું તેમણે જણાવ્યું હતું. એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્નીંગ વિશે પ્રાધાન્ય આપી તેમણે વિદ્યાર્થીઓને લર્ન, અર્ન એન્ડ ચર્ન ટુગેધરનું સુત્ર આપ્યું હતું.- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-SBI YONO APP- LIC IPOમાં પણ રોકાણ કરી શકાશે
આપ આ પણ વાંચી શકો છોઃ-Bridge City સુરતમાં તાપી નદી પર વધુ એક Bridge નું લોકાર્પણ