Hardik Patel Proved Innocent : સુરત સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા કેસનો ચુકાદો હાર્દિક પટેલ વિરુધ્ધ જાહેરનામા ભંગનો કેસ. સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો. પાટીદાર અનામત આંદોલન વખતે સરકાર વિરુદ્ધ ભાષણનો મામલો.
સુરત કોર્ટે મોટી રાહત આપી
ભાજપના ધારાસભ્ય અને પાટીદાર સમાજના યુવા આગેવાન હાર્દિક પટેલને આજે સુરત કોર્ટે મોટી રાહત આપી છે. વર્ષ 2017માં સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આજે સુરત કોર્ટે ચુકાદો આપતા તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી
- વર્ષ 2017 માં વિધાનસભા ચુંટણી વખતે જન ક્રાંતિ સભા યોજાય હતી.. જેમાં આહર્દિક પટેલે ભાજપ સરકાર વિરુદ્ધ ભાષણ કર્યું હતું.
- જેને કારણે હાર્દિક વિરુદ્ધ પોલીસ કેસ દાખલ થયો હતો. જેના મામલે હાર્દિક પટેલ નું કોર્ટમાં નિવેદન નોંધવામાં આવ્યું હતું.
- હાર્દિક વિરુદ્ધ જાહેરનામા ભંગ સહિત રાજકીય પાર્ટી વિરુદ્ધ ભાષણ કરવાનો કેસ દાખલ થયો હતો.
- આ કેસમાં કલેકટર સહિત દસ જેટલા સાક્ષીની જુબાની લેવામાં આવી હતી.
- વિધાનસભા ચુંટણી દરમ્યાન કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી.
- હાર્દિક પટેલ ને સત્તાધારી પાર્ટી વિરુદ્ધ અને ઉમેદવારો વિરુદ્ધ કોઈ પણ પ્રકારના નિવેદનો નહીં કરવા કહેવાયું હતું.
- જોકે બિન રાજકીય સભામાં હાર્દિક પટેલે રાજકીય નિવેદન કર્યું હતું. અને સરકાર વિરુદ્ધ ભાસન કરતાં એ વખતે જાહેરનામા ભંગ નો કેસ ડાખ થયો હતો.
- જે કેસ કોર્ટમાં ચાલી જતાં અને કેસ સાબિત નહીં થઈ શક્યતા કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે.
- અહિયાં ઉલ્લેખનીય છે કે સુરતમાં પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર હતું.
- ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ 2017માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી.
- જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. જેથી હાર્દિક સામે કેસ નોધવામાં આવ્યો હતો.
- ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યો હતો.
Hardik Patel Proved Innocent : 15000ના અપીલ જામીન રજૂ કરવા આદેશ
વર્ષ 2017 માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ. સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલી કાઢવાના કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટનો ચુકાદો આવ્યો છે. પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે. 15000ના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ પરવાનગી વિના વર્ષ 2017 માં રેલી કાઢી હતી. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો. આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતાં અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવના છે. જાણકારોના મતે ભાજપ સરકારમાં હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યાં છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :
Van Setu Chetna Yatra: યાત્રા તેના પ્રથમ દિવસે પહોંચી તાપી, ભવ્ય રીતે સ્વાગત કરાયું