HomeGujaratBJPને એલફેલ શબ્દો ભાંડનાર HARDIK અંતે કમલમ શરણમ-India News Gujarat

BJPને એલફેલ શબ્દો ભાંડનાર HARDIK અંતે કમલમ શરણમ-India News Gujarat

Date:

hardik patel એ સી.આર.પાટીલની હાજરીમાં BJP ધારણ કર્યો કેસરિયો

BJP:પાટીદાર અનામત આંદોલન થી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે(Hardik Patel) કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે BJP નો કેસરિયો ધારણ કરી લીધો છે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ(CR Patil)ની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પટેલને ટોપી પહેરાવીને BJPભાજપમાં સ્વાગત કર્યું હતું.-India News Gujarat

hardik પટેલે ટ્વીટ કર્યું 

હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.-India News Gujarat

18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું:

તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા તેમનું આ પગલું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. કોંગ્રેસ છોડતા પહેલા હાર્દિકે પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટીની નીતિ અંગે ઉગ્ર વાત કરી હતી.-India News Gujarat

SHARE

Related stories

Latest stories