HomeGujaratહાર્દિક પટેલ:HARDIK PATEL:INDIA NEWS GUJARAT

હાર્દિક પટેલ:HARDIK PATEL:INDIA NEWS GUJARAT

Date:

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ:HARDIK PATEL:પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ ને રામ રામ કર્યા છે . હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. જોકે રાજીનામું આપવા સમયે તેની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે. હાર્દિકે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીને મળવાનો સમય ન મળતાં રાજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં, આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરી છે. તેમણે રામમંદિર માટે ઈંટો મોકલવી, NRC-CAAને આવકાર, મસ્જિદોમાંથી મંદિર નિકળવા,ભાજપ સરકારે મોટું મન રાખીને અમને 10 ટકા અનામત આપી જેવા ભાજપના મુદ્દાઓને ઉઠાવ્યા છે.

કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ:HARDIK PATEL:વધુમાં હાર્દિકે કહ્યું કે, ‘2017માં જે આંદોલન કર્યું તેમાં ફાયદો કોંગ્રેસને થયો છે. હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે સપનું હતું કે જે હિત સાથે પાર્ટીમાં આવ્યો છું, તે ખૂબ આક્રમક રીતે કરી શકું, અમે ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો પણ કરાવ્યો. 2019થી 2022 સુધી કોંગ્રેસને જાણી ત્યારે ખબર પડી કે કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ છે. મને બે વર્ષ સુધી કોંગ્રેસે કોઈ જ જવાબદારી ન આપી. આ જ નેતાઓ કહેતા હતા કે તારા જેવાં નેતા પાર્ટીમાં આવે ત્યારે ફાયદો થશે, હવે આ જ નેતાઓ ટીવી પર આવીને મન ફાવે એમ બોલે છે.

ગુજરાતમાં અસંખ્ય ધારાસભ્ય એવાં છે કે જેમનો કોંગ્રેસ માત્ર ને માત્ર દુરુપયોગ કરી રહ્યું છે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ:HARDIK PATEL:આ સાથે હાર્દિકે વધુમાં કહ્યું કે, ‘ગુજરાતમાં અસંખ્ય ધારાસભ્ય એવાં છે કે જેમનો કોંગ્રેસ માત્ર ને માત્ર દુરુપયોગ કરી રહ્યું છે અને પછી ફેંકી દેવામાં આવે છે. ચીમનભાઈને પણ આવી જ રીતે હટાવી દેવામાં આવ્યા હતાં. વિઠ્ઠલ રાદડિયાને હટાવી દેવામાં આવ્યા, નરહરિ અમીનને હટાવી દેવામાં આવ્યાં. સાચી વાત કહેવામાં આવે ત્યારે ખોટી-ખોટી માહિતી ફેલાવવામાં આવે છે, ગુજરાતમાં અમે પદયાત્રા કરતાં હતા ત્યારે અમને ખબર પડતી હતી કે અમારા નેતા AC માં બેસી રહેતા હતાં.

કોંગ્રેસમાં માત્ર 7-8 લોકો જ 33 વર્ષથી પાર્ટી પર રાજ કરે છે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ:HARDIK PATEL:હાર્દિકે કહ્યું કે, ‘દલિત, OBC અને પાટીદાર ધારાસભ્ય સાથે અન્યાય કરવામાં આવે છે. તમારી જાત તમારે ચિંતન કરવાની જરૂર છે, ઉદયપુરમાં શિબિર કરવાની જરૂર નથી. મને અસંખ્યક લોકોએ કહ્યું કે તે પાર્ટી છોડી ખૂબ સારું કામ કર્યું. કોંગ્રેસમાં માત્ર 7-8 લોકો જ 33 વર્ષથી પાર્ટી પર રાજ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષથી કોંગ્રેસ પાર્ટીએ મારી એક પણ કોન્ફરન્સ નથી કરી, મારે જાતે જ પત્રકાર પરિષદ કરવી પડે છે. રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે રૂમમાં બેસીને બધા નેતા ચિંતા કરે છે કે રાહુલ ગાંધીને કઈ ચિકન સેન્ડવીચ આપવી છે, ગુજરાતની સમસ્યા વિશે કોઈ વાત કરવામાં આવતી હતી નહીં. દોઢ મહિના પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની જાતિ વિશે વાત કરવામાં આવી હતી.’

આજે ઘણાં કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ:HARDIK PATEL:હાર્દિકે કહ્યું કે, ‘મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે આજે ઘણાં કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા, ભાઈ 12 મિનિટમાં શું ચર્ચા કરીને આવ્યા? અદાણી અને અંબાણી તેમની મહેનતથી ઉદ્યોગપતિ બન્યા છે, પણ છેલ્લાં 7 વર્ષથી કોંગ્રેસ નેતાઓ માત્ર તેમને ગાળો જ આપે છે. મારા બાપ કોઈ મંત્રી ન હોતા કે અમે આવીને નેતા બન્યા હોય, મેં કોંગ્રેસને માત્ર આપ્યું છે, કશું લીધું નથી. કાર્યકારી પ્રમુખ કોઈ જવાબદારી નથી, મીટિંગમાં નથી બોલાવે અને પોસ્ટરમાં પણ ન બતાવે. યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ રૂપિયા લેવામાં આવે છે. 2022માં કોંગ્રેસ પાટીદાર સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે, એક CMનો ચહેરો જાહેર કરવામાં આવશે અને પછી જ્યારે હારશે એટલે કહી દેશે કે જુઓ પાટીદાર ચહેરો આગળ કર્યો એટલે હારી ગયા.’

SHARE

Related stories

Latest stories