HomeGujaratઅમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સર્વાઈક્લ કાયફોસીસનો કરાયો સફળ ઈલાજ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સર્વાઈક્લ કાયફોસીસનો કરાયો સફળ ઈલાજ

Date:

અમદાવાદ :  શહેરમાં સૌપ્રથમ વાર ઓર્થો-ઓપરેશનમાં ‘હેલોવેસ્ટ’નો ઉપયોગ કરવામાં આવ્યો.. જેમાં બાળકોમાં જોવા મળતા રેરેસ્ટ ઓફ ધી રેર કેસ સર્વાઇકલ કાયફોસીસનો ઇલાજ સિવલના તબીબો દ્વારા કરવામાં આવ્યો છે.. હવે અમદાવાદની લક્ષ્મી ઉંચુ લક્ષ્ય આંબશે..

 

https://www.facebook.com/gujaratinformation.official/posts/2985414218170977?__tn__=-R

 

પ્રાપ્ત માહિતી અનુસાર ૧૧ વર્ષની લક્ષ્મીને સર્વાઇકલ કાયફોસીસ થતા તેનો ઇલાજ  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે. બાળકોમાં જોવા મળતી આ જુજ પ્રકારની સર્વાઇકલ કાયફોસીસ કરોડરજ્જુની બીમારી છે.. જેમાં દર્દીની ગરદન ત્રાંસી રહે છે. સર્વાઇકલ કાયફોસીસનું ઓપરેશન ખૂબજ જટિલ હોય છે. અમદાવાદમાં સૌપ્રથમ વાર ‘હેલોવેસ્ટ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.  અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા લક્ષ્મીના પિતા સુનિલભાઈ સોની માટે પરિસ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી થઈ હતી. સુનિલભાઈએ શહેરની ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કર્યો જ્યાં આ ઓપરેશનનો ખર્ચ ચાર થી પાંચ લાખ રૂપિયા જણાવવામાં આવ્યો. આથી સુનિલભાઈ લક્ષ્મીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.  લક્ષ્મીને હ્રદયની પણ બીમારી હોવાથી તેની સારવાર યુ.એન.મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે. સર્વાઇકલ કાયફોસીસનો ઇલાજ થતાં આજે લક્ષ્મી પોતાની જાતે હરીફરી શકે છે. 45 ડિગ્રી- અંશે ત્રાંસી ગરદનથી મુક્તિ મેળવી ચૂકી છે  બે મહિના પહેલાં લક્ષ્મીને લઈને તેમના પિતા સિવિલ હોસ્પિટલમાં આવ્યા.. ત્યારે તેમને બિલકુલ આશા નહોતી કે આટલી ઝડપથી લક્ષ્મી સાજી થઈ જશે. પરંતુ અમદાવાદ સિવિલમાં લક્ષ્મીના બંન્ને ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યાં છે..

SHARE

Related stories

Latest stories