HomeGujaratHabitual Burglar Caught : આંતર રાજ્ય ઘરફોડ ચોરી કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો,...

Habitual Burglar Caught : આંતર રાજ્ય ઘરફોડ ચોરી કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, બે દિવસમાં ત્રણ ચોરી કરીને ફરાર આરોપી ઝડપાયો – India News Gujarat

Date:

Habitual Burglar Caught : મહારાષ્ટ્ર,કર્ણાટક આંધ્રપ્રદેશમાં કુલ 41 ચોરીને આપ્યો અંજામ મહારાષ્ટ્રના સોલાપુરથી પોલીસે આરોપીની કરી ધડપકડ.

64,498 /- રૂપિયાનો સોના-ચાંદીના દાગીના કબજે

આંતર રાજય ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. નવસારી જિલ્લામાં ગત મહિનામાં બે જ દિવસમાં થયેલી ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી, ચોરી કરનાર ચોરની ઓળખ કરી લીધી હતી. આરોપી લખન અશોક કુલકણીએ 41 આંતર રાજય ચોરી કરી છે. જ્યારે નવસારી પોલીસે 4, 64,498 /- રૂપિયાનો સોના-ચાંદીના દાગીના કબજે કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

30 વર્ષીય લખન અશોક કુલકર્ણીને દબોચી લીધો હતો

નવસારી અને બીલીમોરા શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં બે જ દિવસોમાં લાખોની ઘરફોડ ચોરી થઇ હતી. લાખોની ચોરીની ઘટના સામે આવતા જ નવસારી ટાઉન અને બીલીમોરા પોલીસ સાથે જિલ્લાની LCB ટીમ પણ સતર્ક બની હતી. નવસારી પોલીસે ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી, ચોરી કરનાર ચોરની ઓળખ કરી લીધી હતી. એક મહિનાની મહેનત બાદ પોલીસને મહરાષ્ટ્રના સોલાપુરથી 30 વર્ષીય લખન અશોક કુલકર્ણીને દબોચી લીધો હતો. આરોપીએ છેલ્લા 15 વર્ષોમાં લોખંડના સળીયા થકી બંધ ઘરના દરવાજાનો નકૂચો તોડીને અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી છે. જેમાં કર્ણાટકમાં 24, મહારાષ્ટ્રમાં 12 અને આંધ્રપ્રદેશમાં 2 ચોરીને અંજામ આપી, ત્રણેય રાજ્યોમાં પકડાઈને 5 વાર જેલમાં સજા મેળવી છે.

Habitual Burglar Caught : 1500 રૂપિયા રોકડા મળી કુલ્લે 4.70 લાખનો મુદ્દામાલ કબજે

આ આંતર રાજય ઘરફોડ ચોરીના આરોપીએ નવસારી અને બીલીમોરા શહેરમાં કરેલી ચોરીની કબુલાત કરતા, તેની ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી 7 તોલા સોના અને ચાંદીના દાગીના, મોબાઈલ ફોન તેમજ 1500 રૂપિયા રોકડા મળી કુલ્લે 4.70 લાખનો મુદ્દામાલ કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Stick From Cow’s Dung : નંદીની ગૌશક્તિપીઠ ખાતે થી વૈદિક હોળીની તૈયારી હોલિકા દહન માટે ગોબર સ્ટિક કીટનું વિતરણ

તમે આ પણ વાંચી સકો છો :

Holi 2024: કપરાડા તાલુકામાં હોળી ઉજવણી, આદિવાસી સમાજમાં પ્રચલિત એવા ભવાની નૃત્ય મેળો

SHARE

Related stories

Latest stories