HomeGujaratGujarat ની દોઢ વર્ષીય બાળકીને India Book of Record માં મળ્યું સ્થાન-India...

Gujarat ની દોઢ વર્ષીય બાળકીને India Book of Record માં મળ્યું સ્થાન-India News Gujarat

Date:

Gujaratની દોઢ વર્ષની  અક્ષવીએ પોતાના તેજ મગજને લઈ India Book of Recordsમાં સ્થાન મેળવ્યું -India News Gujarat

Gujarat વલસાડ ના સરીગામ બજાર વિસ્તારમાં રહેતા શિક્ષિત પરિવારની દોઢ વર્ષની પુત્રી અક્ષવીએ પોતાના તેજ મગજને લઈ India Book of Recordsમાં સ્થાન મેળવીને પોતાના પરિવાર સહીત ગુજરાત રાજ્યનું નામ દેશ લેવલે ગુંજતું કરી દીધું છે. જણાવી દઈએ કે, અક્ષવી અંગ્રેજી અલ્ફાબેટ કે આંકડા સારી રીતે વાંચી, ઓળખી અને અધ વચ્ચેથી રજૂ કેટલા પ્રશ્નોના સાચા જવાબ પણ આપી શકે છે.

ઉમરગામ તાલુકાનાં સરીગામ શાલીગ્રામ સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના કોમલ રાવત અને આકાંક્ષા રાવતની દોઢ વર્ષીય પુત્રી અક્ષવીએ પોતાના તેજ દિમાગને લઈ સરીગામ વિસ્તારનાં લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.

અક્ષવીનાં પિતા કોમલભાઈ રાવત દ્વારા પુત્રીનાં તેજ દિમાગને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ઓનલાઈન એપ્લાય કરવામાં આવી હતી. જે માટે જરૂરી એવિડન્સ સબમિટ કરવામાં આવ્યા હતા. જે અંગે ટીમ દ્વારા વેરિફીકેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને અક્ષવીને મેડલ, સર્ટિ અને ગીફ્ટ એનાયત કરવામાં આવ્યા હતા.-India News Gujarat

અક્ષવી અંગ્રેજી અલ્ફાબેટ કે આંકડા સારી રીતે વાંચવામાં અને ઓળખવામાં તેજ

દોઢ વર્ષીય અક્ષવી અંગ્રેજી આંકડા અને અલ્ફાબેટ બોલી શકે છે. અલ્ફાબેટનાં વચ્ચેથી પ્રશ્ન પૂછવામાં આવતા તેનો સાચો અને સચોટ જવાબ પણ આપે છે. આલ્ફાબેટનાં આગળનાં આંકડો કે અક્ષર શું આવે તે અંગેની પૂરી માહિતી તેને છે. સાથે સાથે આ દીકરી કારની નંબર પ્લેટ સારી રીતે વાંચી શકે છે. જણાવી દઈએ કે, દીકરી અક્ષવીનાં પિતા કોમલ રાવત સરીગામની એક ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવી રહ્યા છે.-India News Gujarat

તમે આ વાંચી શકો છો: ‘કરોડપતિ સફાઈ કામદાર’-વર્ષોથી નથી ઉપાડ્યો પગાર અને માંગે છે ભીખ

તમે આ વાંચી શકો છો: Surat:CNG ના ભાવમાં ઘટાડો ક્યારે?

 

SHARE

Related stories

Latest stories