HomeGujaratધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ-GUJCET 2022 નું result આવતી કાલે થશે જાહેર-India News...

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ-GUJCET 2022 નું result આવતી કાલે થશે જાહેર-India News Gujarat

Date:

 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ-GUJCET 2022 નું result

આવતી કાલ તારીખ 12 મે ના રોજ  સવારે 10 વાગ્યે ધોરણ 12 સાયન્સ GUJCET 2022નું result પણ જાહેર થશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ પ્રક્રિયાને કારણે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલાં જાહેર કરવામાં આવશે.

ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSHEB) દ્વારા ટૂંક સમયમાં GUJCETનું પરિણામ  જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.-India News Gujarat

 GUJCETની ફાઇનલ આન્સર કી કરો ચેક

  • સૌ પ્રથમ https://www.gseb.org/ પર જાવ.
  • જે બાદ Board Website પર ક્લિક કરો
  • જેમાં તમને GUJCET-2022 Final Answer Key લખેલું દેખાશે.
  • જેની પર ક્લિક કરીને તમે ફાઇનલ આન્સર કી જોઇ શકશો.

 

તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને GUJCET 2022ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષાઓના પરિણામો તૈયાર થઇ ગયા છે. અને આવતી કાલે 12મી મે ના રોજ સવારે 10 વાગ્યાના સુમારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2022નું result જાહેર કરવામાં આવશે.-India News Gujarat

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે સત્તાવાર રીતે ટ્વીટ કરીને આ વિગતો આપી છે. GUJCET 2022 ની પરીક્ષાની આન્સર કી પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઇટ પર મુકવામાં આવી છે. આવતી કાલે ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 12 પછી વિજ્ઞાન પ્રવાહમાં આગળ ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશની પ્રક્રિયા સરળ રહે તે માટે વહેલુ result જાહેર કરવામાં આવી રહ્યાનું પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યુ છે.-India News Gujarat

SHARE

Related stories

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Latest stories