HomeGujaratGujarat's Gymnastic Girl : રબર જેવું શરીર ધરાવતી ગુજરાતની ગર્લ, સૌથી નાની...

Gujarat’s Gymnastic Girl : રબર જેવું શરીર ધરાવતી ગુજરાતની ગર્લ, સૌથી નાની વયની રાજપીપલાની ગોલ્ડન – India News Gujarat

Date:

Gujarat’s Gymnastic Girl : ગર્લ ફલક દૈનિક પાંચ કલાકની પ્રેક્ટિસ કરી ફલકે રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી. ફલકે ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો. ફલકે નાની વયે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન સ્પર્ધામાં ભાગ લીધો. ફલકની માતાએ કહ્યું, “મોરના ઇંડા ચીતરવા ન પડે”.

ગુણો સહિત રમત પ્રત્યેની રૂચિ પણ ફલકને આપોઆપ મળી

નર્મદા જિલ્લાની ફલક ચંદ્રકાંત વસાવા ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે. કહેવાય છે ને “મોરના ઇંડા ચીતરવા ન પડે”. ફલકના માતા-પિતાને પણ રમતમાં રૂચિ છે, જેના પરિણામ સ્વરૂપે માતા-પિતાના સંસ્કાર. ગુણો સહિત રમત પ્રત્યેની રૂચિ પણ ફલકને આપોઆપ મળી છે તેને કેળવવાની જરૂર ના પડી. ઉલ્લેખનીય છે કે, ફલકની માતા શ્રીમતી મિકેતાબેન ચંદ્રકાંત વસાવાને પણ બાળપણથી જ રમતમાં રૂચિ હતી. તેઓએ જીમ્નાસ્ટિકમાં જ ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે.

બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતી

નર્મદા જિલ્લાનું ગૌરવ વધારતી 7માં ધોરણમાં અભ્યાસ કરતી ફલક,, સૌથી નાની ઉમરે રાજપીપલાની વાત્સલ્ય વિદ્યાલયમાં ધો. ૭ માં અભ્યાસ કરતી ફલકે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, હું બાળપણથી જ ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સાથે સંકળાયેલી છું. ઇન્ડિવિડ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક અં. ૧૪ એજ ગૃપમાં મેં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતી છું. રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે મારી પસંદગી થઈ હતી. કેરેલાના કોઝીકોડ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૪ માં યોજાયેલી ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક રાષ્ટ્રીયકક્ષાની ઓપન ચેમ્પિયન શીપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફલક ચંદ્રકાંત વસાવાએ માત્ર રમતમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ સક્રીય છે. ફલકે જણાવ્યું કે, હું સવારે ૨ કલાક અને સાંજે ૩ કલાક પ્રેક્ટિસ કરું છું અને અભ્યાસ માટે પણ સમય ફાળવું છું.

Gujarat’s Gymnastic Girl : જેના પરિણામસ્વરૂપે આજે ફલક રમતક્ષેત્રે ઉંચી ઉડાન ભરવા માટે તૈયાર

વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૫ દરમિયાન રમતક્ષેત્રે સક્રીય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યો હતો. વધુમાં તેઓને જીમ્નાસ્ટિકમાં જુનિયર જયદીપ સિંહ બારિયા એવોર્ડથી પણ સન્માનિત કરાયો હતો. પોતાની દીકરીની સફળતાની સફરને બયાં કરતી વખતે મિકેતાબેન વસાવાની આંખો નમ થઈ હતી. તેઓએ એક માતાની સાથે કોચ બનીને રમતક્ષેત્રે પોતાની દીકરીને પ્રોત્સાહિત કર્યું, જેના પરિણામસ્વરૂપે આજે ફલક રમતક્ષેત્રે ઉંચી ઉડાન ભરવા માટે તૈયાર છે. દીકરી ફલક જેવી રીતે મેડલો જીતી રહી છે તેનો શ્રેય નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા સહિત તમામ કોચને પણ જાય છે. વધુમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ દીકરી ફલકને રમતક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. ફલકે પણ સતત મહેનત કરીને મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તમે આ પણ વાંચી સકો છો :

જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Elections: અખિલેશે BSP સાથે ગઠબંધનની શક્યતા નકારી કાઢી, જાણો શું કહ્યું

SHARE

Related stories

HMPV : શું કોરોનાની રસી નવા વાયરસને ખતમ કરી શકે છે?

INDIA NEWS GUJARAT : હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ શ્વસન સંબંધી...

Latest stories