HomeBusinessGujarati News :સુરતમાં આઇસક્રીમની માંગ વધતા રોજ 3 લાખ કોન બનાવાશે-India News...

Gujarati News :સુરતમાં આઇસક્રીમની માંગ વધતા રોજ 3 લાખ કોન બનાવાશે-India News Gujarat

Date:

Gujarati News :સુરતમાં આઇસક્રીમની માંગ વધતા રોજ 3 લાખ કોન બનાવાશે-India News Gujarat

Gujarati News: 8 જૂને સુમુલના કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમુર્હૂત

કોન આઇસક્રીમની કેટેગરીમાં 11થી 12 ટકા વેચાતો હતો

કોરોના બાદ પર્યટકોની સંખ્યા વધતા ટુરીસ્ટ સ્પોટ પર આઇસક્રીમની માંગ વધી છે. કોન આઇસક્રીમની કેટેગરીમાં 11થી 12 ટકા વેચાતો હતો. જે હવે વધીને 15થી 17ટકા થઈ છે. જેને લઈને ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક ફેડરેશન દ્વારા સુમુલ ડેરીને આઈસક્રિમના પ્લાન્ટની દૈનિક ક્ષમતા 50 હજાર લિટરથી વધારીને 1 લાખ લિટર કરવા જણાવ્યું છે.

જૂને નવી પારડી ખાતે આઇસક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ

જેને લઈ સુમુલ ડેરી દ્વારા 8 જૂને નવી પારડી ખાતે આઇસક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઇસક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમૂર્હત કરાશે. જ્યાં દૈનિક 3 લાખ આઇસક્રીમ કોન બનશે. કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહેશે.

માંગ પુરી કરવાના પ્રયત્નો

‘કોરોના પછી સૌ પ્રથમ વખત જ્યારે દેશમાં પર્યટકો ટુરિસ્ટ સ્પોટ પર જઈ રહ્યાં છે ત્યારે આવી ટુરીસ્ટ જગ્યાઓ પર આઇસક્રીમની માંગ વધી છે, આઇસક્રીમના વેચાણમાં વધારો થતાં આઇસક્રીમના પ્લાન્ટનું એક્પાન્સન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.’ – માનસિંહ પટેલ, ચેરમેન, સુમુલ ડેરી

SHARE

Related stories

Latest stories