HomeGujaratGujarat Public University Act: નર્મદ યુનિવર્સિટીના 60 વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું...

Gujarat Public University Act: નર્મદ યુનિવર્સિટીના 60 વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના – INDIA NEWS GUJARAT

Date:

Gujarat Public University Act: ગુજરાત અને MS યુનિવર્સિટી બાદ હવે નર્મદ યુનિવર્સિટી પર પણ નિર્ણય

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 60 વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન કરવામાં આવ્યું છે, અને એની સાથેજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી અને MS યુનિવર્સિટી બાદ હવે નર્મદ યુનિવર્સિટીમાં પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયો

ગુજરાત યુનિવર્સિટી અને MS યુનિવર્સિટી બાદ હવે નર્મદ યુનિવર્સિટીમાં પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 60 વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન કરવામાં આવ્યું છે, અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં હવે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની નિમણૂક કરાઈ છે.

Gujarat Public University Act: બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના

જો કે, બંનેમાં અડધાથી વધુ સભ્યોની નિયુક્તિ બાકી છે. બીઓએમમાં મહિલા સભ્યોનો દબદબો રહે તે પ્રકારની નિયુક્તિ કરાઈ નથી. અમુક સભ્ય ગણતરીના મહિનાઓમાં નિવૃત્ત થાય એમ હોવા છતાં નિયુક્તિ કરાઈ છે. તમામ સભ્યોની ટર્મ અઢી વર્ષ સુધી રહેશે. બીઓએમની 18 બેઠક સામે કુલપતિ અને કુલસચિવ સહિતના 9 સભ્યોની નિમણૂક કરાઈ છે, જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની 22 બેઠક સામે 12ની નિમણૂક થઈ છે.

60 વર્ષ જૂની યુનિવર્સિટીની સિન્ડિકેટ-સેનેટનું વિસર્જન થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિન્ડિકેટમાં બે સભ્યો બબાલ કરતા હતા, જેમને નવી નિમણૂકથી દૂર કરી દેવાયા છે. ઘણા સભ્યોતો નિવૃતિની આરે હોવાની ચર્ચાથી પણ ભારે કુતૂહલ સર્જાયું હતું.

તમે આ પણ વાંચી શકો છો:  

Vadodara Boat Incident Update: બાળકોના મોત માટે કોણ જવાબદાર? – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:  

PM MODIએ રામ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં 20થી વધુ દેશોની ટિકિટ સામેલ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories