આત્મનિર્ભર ભારત
દેશ અને દુનિયામાં Gujarat વર્ષો વર્ષોથી ડંકો વગાડી એક આગવું સ્થાન પ્રાપ્ત કરી ચુક્યુ છે ત્યારે આત્મનિર્ભર ભારતના આહવાનને સાકાર કરવા ગુજરાતના તમામ સેક્ટર્સ મહેનત કરી ચુક્યા છે. પીએમ મોદીએ પણ જે Gujarat માટે સપનું જોયું હતુ તેને સાર્થક કરવા માટે હાલના Gujaratના સીએમ સત્તત પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ
ગાંધીનગરમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે આયોજિત હોલિસ્ટીક હેલ્થકેર: ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડીકલ ડિવાઇસીસ સમિટના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના આહવાનને સાકાર કરવા ફાર્મા ઉદ્યોગ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત Gujarat દેશમાં ફાર્માસ્યૂટિક ઉદ્યોગોનું સેન્ટર પોઈન્ટ હોવાનો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
વાયબ્રન્ટ Gujarat ગ્લોબલ સમીટની દશમી શૃંખલા
અત્રે નોંધનીય છે કે, દેશના કુલ વિસ્તારનો 6 ટકા ભૂ-ભાગ ધરાવતું Gujarat ભારતના ફાર્માસ્યૂટિક પ્રોડક્શનમાં એક તૃતિયાંશ એટલે કે તેત્રીસ ટકા જેટલું યોગદાન ધરાવે છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, Gujaratને રોલ મોડલ પ્રસ્થાપિત કરવાના આશયથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોલેજ શેરીંગના માધ્યમ દ્વારા શરૂ કરાયેલ વાયબ્રન્ટ Gujarat ગ્લોબલ સમીટની આગામી સમયમાં દશમી શૃંખલા યોજાનાર છે એ માટે આ પ્રિઇવેન્ટ સમીટ મહત્વની પુરવાર થશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ક્ષેત્રોના વિકાસ માટે એક હોલીસ્ટીક એપ્રોચ અપનાવ્યો છે એટલે જ આરોગ્ય અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રને સાંકળીને એક જ મંત્રી પાસે હવાલો રાખ્યો છે. જેના પરિણામે નિર્ણયશક્તિ અને વિકાસની કામગીરીમાં એકસૂત્રતા તથા ઝડપ વધી છે.
વિકાસ જ વિકાસ
ભારતમાં સુદૃઢ માળખાગત સવલતો તો છે જ એની સાથે વિશ્વના દેશોને ભારતમાં વિશ્વાસ પણ છે એટલે જ ભવિષ્યમાં ફાર્મા ક્ષેત્રે ગુજરાત અને દેશ રીસર્ચ- પ્રોડકશનમાં આગળ વધશે. તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં વિશ્વના રોકારણકારોને ભાગીદારીમાં રોકાણ કરી મેન્યુફેકચરીંગ વધારીને એક્ષ્પોર્ટ કરવા પણ અપીલ કરી હતી. પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ભારત 60 થેરાપ્યુટિક કેટેગરીમાં 60,000 થી વધુ જેનરિક ડ્રગ બ્રાન્ડ ઓફર કરે છે વધુમાં, ભારત વિવિધ રસીઓ માટેની વૈશ્વિક માંગના 60% થી વધુ અને વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી એન્ટિરેટ્રોવાયરલ દવાઓના લગભગ બે તૃતીયાંશ ભાગનો પુરવઠો પૂરો પાડે છે.