HomeGujaratGujarat Monsoon Update:પવનની પેટર્ન બદલાતાં 20 જૂન સુધી ચોમાસાનું આગમન થશે-India News...

Gujarat Monsoon Update:પવનની પેટર્ન બદલાતાં 20 જૂન સુધી ચોમાસાનું આગમન થશે-India News Gujarat

Date:

Gujarat Monsoon આગમનની શક્યતા 20 જૂન સુધી

Gujarat Monsoon: હાલ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછુ થયુ છે, પરંતુ બફારો વધ્યો છે, જેને કારણે હવે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયેલુ હતું, જેને કારણે લોકોમાં ચોમાસાની પ્રતીક્ષા વધી ગઈ હતી. પરંતુ આ વચ્ચે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, ચોમાસાના વહેલા આગમનની હાલ કોઈ શક્યતા નથી.-India News Gujarat

  • ચોમાસુ બે-ત્રણ દિવસમાં કેરળ આવી પહોંચે તેવી શક્યતા: હવામાન ખાતું
  • અસાની વાવાઝોડા પછીની વિશિષ્ટ હવામાન સિસ્ટમ નબળી પડી જતાં ૨૭મી મેએ ચોમાસુ બેસી જવાની આગાહી ખોટી પડી
  • બે-ત્રણ દિવસમાં કેરળમાં ચોમાસું શરૂ થશે અને તેની શરૂઆત બહુ મજબૂત નહીં હોય તેવી આગાહી

હવામાન ખાતાની આગાહી મુજબ, 20 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની શક્યતા છે. અગાઉ 10 જૂને વરસાદના આગમનનો વરતારો હતો. પરંતુ પવનની પેટર્ન બદલાતાં 20 જૂન સુધી ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન બદલાતા હવે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા છે. પવનની પેટર્ન સાનુકૂળ ન હોવાથી કેરળમાં ચોમાસુ આગામી પાંચ દિવસમાં બેસવાની શક્યતા છે. જેથી હાલ ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસવાની કોઇ શક્યતા નથી.

આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જ રહેવાનો છે. જેથી આગામી 15 દિવસ સુધી રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા નહિવત હોવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. આ વર્ષે 5 થી 10 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા હતી. ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે, તેમજ ચાર-પાંચ દિવસમાં કેરળ સુધી પહોંચશે. પણ ત્યારબાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની પ્રગતિ ધીમી રહેશે. એટલું જ નહિ રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતાં વહેલું ચોમાસુ બેસે તેવા સંજોગો હાલ નથી.-India News Gujarat

SHARE

Related stories

Latest stories