HomeGujaratભાજપાના કાર્યકરોને વેકેશન :Gujarat Kamalam: INDIA NEWS GUJARAT

ભાજપાના કાર્યકરોને વેકેશન :Gujarat Kamalam: INDIA NEWS GUJARAT

Date:

ભાજપના કાર્યકરોને વેકેશન અપાયું 

Gujarat Kamalam
ગુજરાત કમલમ્ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપ કાર્યકરો ને બે થી ચાર તારીખ સુધી
વેકેશન પર જવાની જાણ કરતા જણાવ્યું હતું કે આ ત્રણ દિવસ તમારે દિવાળી પછી પક્ષ ના કામે લાગી જવાનું છે.પ્રથમ વખત કોઈ રાજકીય પક્ષ દ્વારા આ રીતે પોતાના કાર્યકરો ને વેકેશન આપ્યું છે. ભાજપ પ્રદેશ અધક્ષ સી.આર પાટીલ દ્વારા કરાયેલ જાહેરાત થી એક કરોડ થી વધુ ભાજપ ના કાર્યકરો ત્રણ દિવસ સુધી વેકેશન પર રહેશે.

વેકેશન બાદચૂંટણી પ્રચારમાં કાર્યકરો ઝંપલાવશે

Gujarat Kamalam:વેકેશન બાદ ચૂંટણી પ્રચારમાં કાર્યકરો ઝંપલાવશે.’વન-ડે વન ડિસ્ટ્રિક્ટ’ ટુરનો તાપી ખાતે પ્રારંભ કરતા સમયે ભાજપ પ્રદેશ અધક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે બીજી મે થી ચોથી મે સુધી કાર્યકરો ને વેકેશન અપાયું છે.આ ત્રણ દિવસ દરમિયાન કોઈપણ પ્રદેશ,જિલ્લા કે તાલુકા સ્તરના કોઈ કાર્યક્રમો યોજવાની કે તેમાં ભેગા થવાની કાર્યકરોને સૂચના આપવામાં આવશે નહિ. ત્રણ દિવસના વેકેશન બાદ તમામે તમામ કાર્યકરો ચૂંટણી પ્રચારના કામે લાગી જવાના છે..

Gujarat kamalamગુજરાતમાં ભાજપના 1.14 કરોડ પ્રાથમિક સભ્યો માંથી 1.29 લાખ સક્રિય સભ્યો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.ત્યારે ભાજપ પોતાના કાર્યકરો નો જોમ વધારવા મા લાગી ગયું છે.પક્ષ ના મોટા નેતા સતત કાર્યકરોના સંપર્કમાં રહેવા માંડ્યા છે.ગુજરાતમાં ભાજપના 1.14 કરોડ પ્રાથમિક સભ્યો છે અને તેમાંથી 1.29 લાખ સક્રિય સભ્યો છે. આ તમામે સભ્યો વેકેશન પુરૂ કરી ચૂંટણી કર્યો માં જોમ ભેર લાગી જવા પ્રદેશ અધ્યક્ષે તાકીદ કરી છે

ગુજરાત ભાજપના કાર્યકરો રાજકીય કાર્યક્રમો સતત વ્યસ્ત હતા

Gujarat kamalam:ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે અન્ય નેતાઓના ગુજરાત પ્રવાસમાં કાર્યકરો સતત વ્યસ્ત રહ્યા હતા.તે વચ્ચે ત્રણ દિવસ નો વેકેશન કાર્યકરોના નિજી સામાજિક કામો પતાવી શકશે અને ત્યાર બાદ દિવાળીમાં પણ ચૂંટણી પ્રચાર અને સતત કાર્યક્રમોનું આયોજનમાં કાર્યકરો વ્યસ્ત થઈ જશે. આમ વેકેશન મોડ બાદ ભાજપ કાર્યકરો ઇલેક્શન મોડમાં જતાં રહેશે…

આ પણ વાંચો :Congress માત્ર ભાઈ અને બહેનનો પક્ષ – India News Gujarat

આ પણ વાંચો :A conference of Chief Ministers and Chief Justice:મુખ્યમંત્રીઓ અને જસ્ટિસ:INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories