Gujarat કેબિનેટની બેઠક
ગાંધીનગરમાં આજે Gujarat કેબિનેટની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઓમિક્રોનના વધી રહેલા કેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત નવા વર્ષની ઉજવણી અંગે ખાસ ગાઈડલાઈન બહાર પાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત વિદેશથી આવતા પ્રવાસીઓને સતત ટ્રેસિંગ અને ટેસ્ટિંગ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. Gujarat
આ મુદ્દાઓ મહત્વના
પેપરલીકના વિવાદ અને વાઈબ્રન્ટ સમિટ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનના કેસને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે તો વળી વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનના વધેલા કેસ સરકાર માટે ચિંતાનો વિષય છે. વાઈબ્રન્ટ સમિટમાં વિદેશી ડેલિગેટ્સ માટે ખાસ તકેદારીરખાશે અને તેમના માટે માટે ખાસ ગાઈડલાઈન પણ તૈયાર કરાશે. વિદેશી ડેલિગેટ્સને ક્વોરેન્ટિનપણ કરવામાં આવી શકે છે અને તમામના RT-PCR ટેસ્ટ પણ કરાશે.
ગુજરાત આમ પણ વિકસીત રાજ્ય છે અને છેલ્લા 2 વર્ષને જોતા હવે કોઈ પણ પ્રકારની ભુલ પોષાય તેમ નથી. એટલા માટે સરકાર સત્તત પ્રયાસ કરી રહી છે કે આ પ્રકારની બેઠકથી હંમેશા પ્રજાલક્ષી નિર્ણય લેવાય જેથી કરીને જે કોઈ પણ ઉણપ રાજકીય સામાજીક ધોરણે રહી ગઈ હોય તે પુર્ણ કરી શકાય. બેઠકોનો દોર તો અવારનવાર ચાલુ રહેશે પણ આ બેઠકોમાં શું નિષ્કર્ષ નિકળે છે તે હંમેશા મહત્વનું હોય છે.
શું ધ્યાન રાખવાનું રહેશે ?
આવતા મહિને જ્યારે વાઈબ્રન્ટ ગુજરાતનું મસમોટું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે અનેકો રીતે ગુજરાત સરકાર માટે એક મોટું જોખમ તોડાઈ રહ્યું છે. કારણકે 2020માં હાઉડી મોદીના કાર્યક્રમે જે ઓહાપો ઉભો કર્યો હતો ત્યારબાદ કોરોના સંકટ પર સરકારને જે રીતે ભોગવવાનો વારો આવ્યો છે તેનું પુનરાવર્તન ન થાય તે પણ ધ્યાન રાખવાનું રહેશે. કારણકે જે રીતે આર્થિક વૃધ્ધિ એ સરકારનો લક્ષ્યાંક છે તે જ રીતે આરોગ્યનું દ્રષ્ટિકોણ પણ મહત્વનું રહેશે.