HomeGujaratGuardians Of Ram Mandir : રામજી મંદિરમાં પીએમ મોદી- સીએમ યોગી રક્ષક...

Guardians Of Ram Mandir : રામજી મંદિરમાં પીએમ મોદી- સીએમ યોગી રક્ષક – India News Gujarat

Date:

Guardians Of Ram Mandir : અયોધ્યામાં ભગવાન રામનામંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદસમગ્ર દેશ ભકિતના રંગે રંગાયોછે. ત્યારે અંકલેશ્વરની કૃષ્ણકુંજ સોસાયટીના રહીશે એક અનોખા મંદિરની સ્થાપના કરી છે. જેમાં ભગવાન શ્રીરામની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમાઓ ની પણ સ્થાપના કરી છે. રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંજ સોસાયટીમાં અનોખુ મંદિર હાલ આર્કષણનું કેન્દ્ર બન્યુંછે.

બંને નેતા ઓને ભગવાન શ્રીરામના રક્ષક

આ મંદિરમાં તમને ભગવાન શ્રીરામની સાથે વડાપ્રધાન મોદીઅને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાઓ પણ જોવા મળી જશે. આ બંને નેતા ઓને ભગવાન શ્રીરામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યાંછે. અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાની શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થતાં રામભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

20 લાખ રૂપિયાના ખર્ચથી મંદિરનું નિર્માણ

કૃષ્ણકુંજ સોસાયટીના રહીશોએ 20 લાખ રૂપિયાના ખર્ચથી મંદિરનું નિર્માણ કર્યું છે. મંદિરમાં ભગવાન શ્રીરામ,લક્ષ્મણ અને સીતા માતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. દરરોજ સવાર અને સાંજ ભગવાન શ્રીરામની આરતી તથા જ દર શનિવારે સુંદર કાંડના પાઠ પણ કરવામાં આવે છે.

Guardians Of Ram Mandir : રક્ષક તરીકે તેમની પ્રતિમા બનાવી

પાંચસો વર્ષ બાદ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં મહલમાં બિરાજમાન થયા છે. અમારી ઇચ્છા હતી કે અમે અયોધ્યા તો નહીં પહોંચી શકીએ પરંતુ. હું જાતે મારા ધાબા પરપ્રભુ શ્રી રામનું મંદિર બનાવીશ તેવો નિર્ધાર કરી મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠાકરી છે. પીએમ મોદીજી અને યોગીજીની પ્રતિમા એટલે બનાવી કે તેમના કારણે જ આજે પ્રભુ શ્રી રામ મહલમાં આવ્યાં છે. તેથી રક્ષક તરીકે તેમની પ્રતિમા બનાવી છે.

તમે આ પણ વાચી શકો છો :

INDI Alliance Update: TMC મહાગઠબંધનને આપશે ફટકો?

તમે આ પણ વાચી શકો છો :

Lalu ED Update: EDનો મોટો ખુલાસો

SHARE

Related stories

Latest stories