GST : Textile Industry પર 5 ટકા પણ નહીં અને 12 ટકા પણ નહીં, વચગાળાના નવા સ્લેબની ચર્ચા-India News Gujarat
- આગામી દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ જુદા જુદા તમામ ટેક્ષટાઇલ (Textile )ઉદ્યોગના સંગઠનોને સાથે રાખીને ગુજરાતના નાણામંત્રી તેમજ મુખ્યમંત્રીને રજૂઆતો કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
- જીએસટી(GST) કાઉન્સિલની મિટીંગ તેમજ ઉદ્યોગમાં (Industry )જીએસટી માટે નિમાયેલી બોમ્માઇ કમિટીના રિપોર્ટ સબમિશનની તારીખ નજીક આવતા જ સુરતના ટેક્ષટાઇલ(Textile ) ઉદ્યોગમાં જીએસટીનું ભૂત ફરી ધૂણવા માંડ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સે પણ કપડા ઉદ્યોગમાં જીએસટીનો પ્રવર્તમાન દર ૫ ટકા અને ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર યથાવતું રાખવા માટે નવેસરથી રજૂઆતો કરવા માટે તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
- દેશભરમાં કાપડ ઉદ્યોગ અને ફૂટવેર ઉદ્યોગ કે જેના પર ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર એટલે કે જુદા જુદા સ્તરે 5 કે 12 ટકાના દરે જીએસટી વસૂલ કરવામાં આવે છે.
- નાણામંત્રાલય અને જીએસટી કાઉન્સિલના તમામ સભ્યોએ અગાઉ એક અવાજે સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો કે કાપડ અને ફૂટવેર ઉદ્યોગ પર હાલના ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરને દૂર કરીને 5 ની જગ્યાએ 12 ટકા અનુસાર જીએસટી વસૂલ કરવામાં આવે.
- જોકે, સુરતની આગેવાની હેઠળ દેશભરના કપડા ઉદ્યોગકારોએ આંદોલન છેડવાની પેરવી કરતા હંગામી ધોરણે સમગ્ર મામલો 31 મી ડિસેમ્બર 2021ના રોજ મુલતવી રાખવામાં આવ્યો હતો.
- હવે ફરીથી કાપડ ઉદ્યોગ પર જીએસટી સ્લેબ મળ્યું છે. નાણામંત્રાલય તેમજ જીએસટી(GST) કાઉન્સિલ દ્વારા નિમાયેલી બોમ્માઇ કમિટી દ્વારા સુરતના કપડા ઉધોગના સ્ટેક હોલ્ડર્સ પૈકી વીવર્સ તથા ટ્રેડર્સે પણ જીએસટી(GST) સ્લેબ ઠીકઠાક કરવા માટેની હિલચાલ હાથ ધરાતાં જ સુરતના કપડા ઉધોગના (Textile Industry) સ્ટેક હોલ્ડર્સ પૈકી વીવર્સ તથા ટ્રેડર્સે પણ જીએસટી (GST) યથાવત રાખવા માટે કામગીરી શરૂ કરી દીધી છે.
- ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ જુદા જુદા તમામ ટેક્ષટાઇલ ઉદ્યોગના સંગઠનોને સાથે રાખીને ગુજરાતના નાણામંત્રી તેમજ મુખ્યમંત્રીને રજૂઆતો કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોઇપણ ભોગે કપડા ઉદ્યોગ પર જીએસટીનો માર વધુ ન લાગે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ સતત સક્રીય છે.
GST: પાંચ વર્ષ સુધી કાપડ ઉદ્યોગમાં પ્રવર્તમાન દર રાખો
- ટેક્સ્ટાઇલ ઉદ્યોગની(Textile Industry) મહત્વની સંસ્થા ફિયાસ્વીના ચેરમેન અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઇ ગાંધીએ જણાવ્યું કે મારી તો માગણી એ છેકે સુરત સહિત દેશમાં જ્યાં કાપડ ઉદ્યોગ, કાપડ ઉત્પાદન કરતા ઉદ્યોગો વિકાસ પામ્યા છે તેનો વિકાસ થઇ શકે તે માટે ઓછામાં ઓછું પાંચ વર્ષ માટે હાલનો 5 ટકાનો જીએસટી(GST) દર જાળવી રાખવામાં આવે.
- કાપડ ઉદ્યોગમાં જીએસટી(GST) રેટમાં સાતત્યપૂર્ણ સમય પસાર થશે તો પાંચ વર્ષ બાદ કાપડ ઉદ્યોગનો વિકાસ નરી આંખે નિહાળી શકાય તેટલો આકર્ષક હશે.
- ભારત ગાંધીએ ગત ડિસેમ્બર 2021માં જીએસટી(GST) રેટ વધારા સામેની દેશવ્યાપી ઝુંબેશનું નેતૃત્વ સુરત ખાતેથી કર્યું હતું અને જીએસટી(GST) રેટને મુલતવી રખાવવામાં સફળ નિવડ્યા હતા.
તમે પણ આ વાંચી શકો છો –
Textile Industry:GSTનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે
તમે પણ આ વાંચી શકો છો –