HomeGujaratGST કૌભાંડ:કરોડોના કૌભાંડનો રેલો મધ્યપ્રદેશથી સુરત પહોંચ્યો-India News Gujarat

GST કૌભાંડ:કરોડોના કૌભાંડનો રેલો મધ્યપ્રદેશથી સુરત પહોંચ્યો-India News Gujarat

Date:

કાગળ પર ચાલતી 500 થી વધુ કંપનીએ GST નંબરનો ઉપયોગ કરીને કરોડોના કૌભાંડ આચર્યું 

સુરતમાં નાનકડી જગ્યાએ જેને ઓફિસ બતાવી ઓપરેટ કરતી પાંચ વ્યક્તિઓએ 500 અલગ અલગ બનાવટી કંપનીઓના ઉભી કરી હતી અને બાદમાં GST નંબરનો ઉપયોગ કરીને કરોડના બિલ બનાવીને તેના પર ઇનપુટ ટેક્સક્રેડિટ મેળવી હોવાનું બહાર આવ્યું હતું. આ કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી. તેમણે ઓછામાંઓછી 100 કરોડની બોગસ ઇનપુટ ટેક્સક્રેડિટ મેળવી લીધી હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

કરોડોના કૌભાંડનો રેલો મધ્યપ્રદેશ થી સુરત પહોંચ્યો

આ મામલો મધ્યપ્રદેશ થી સુરત સુધી આવી પહોંચ્યો છે અને તેની તપાસ મધ્યપ્રદેશ GST વિભાગ સહિત સુરત GST વિભાગ પણ તપાસમાં જોતરાઈ છે. સુરતમાં જીએસટી વિભાગ દ્વારા જો ખરેખર તપાસ કરવામાં આવે તો આવા સુરત ટેક્સટાઇલ માર્કેટ ડાયમંડ માર્કેટ અને બીજી નાની મોટી કંપનીની અંદર મોટાં કૌભાંડ બહાર આવે તો નવા એ પણ જીએસટી વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ કરવી જરૂરી રહેશે તેમ વેપારીવર્ગમાં ચર્ચાઈ રહ્યુ છે.

સુરત શહેરની અંદર મોટા પ્રમાણમાં નાના મોટા વેપારીઓ અલગ અલગ કંપનીઓ ઊભી કરી કાગળ પર અલગ-અલગ ડોક્યુમેન્ટ ના આધારે તેના મોં બતાવી અને મોટા પ્રમાણમાં જીએસટી ચોરી કરતા હોવાનો કિસ્સો સામે આવતા હોય છે ત્યારે મધ્યપ્રદેશ ની અંદર જે જીએસટી વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવે છે તેનો રેલો પણ સુરતમાં પણ સામે આવ્યો છે. સુરતમાં નાનકડી ઓરડીમાંથી ઓપરેટ કરતી પાંચ વ્યક્તિઓએ 550 બનાવટી કંપનીઓના જીએસટી નંબરનો ઉપયોગ કરીને 800 કરોડના બિલ બનાવીને તેના પર ઇનપુટ ટેક્સક્રેડિટ મેળવી હોવાનું બહાર આવ્યું છે.

સૂરત જીએસટી વિભાગ દ્વારા પાંચ લોકોની ધરપકડ 

મધ્યપ્રદેશ વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેની અંદર કરોડો રૂપિયાનો કર ચોરી કર્યા હોવાનું સામે આવતા ની સાથે જ મધ્યપ્રદેશ જીએસટી વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતાથી લઇ અલગ અલગ ટીમો બનાવી અને તપાસમાં જોતરાઈ હતી ત્યાં મધ્યપ્રદેશથી આજે સ્ટીક ની અંદર સુરત શહેર સુધી મામલો પહોંચ્યો હતો જેની અંદર સુરતની અંદર માત્ર એક નાનકડી ઓફિસ બનાવી અલગ-અલગ 500 જેટલી કંપનીઓ કાગળ ઉપર ઊભી કરી અલગ અલગ ડોક્યુમેન્ટ ના આધારે અને જીએસટી ચોરી કરતા હોવાનું સામે આવતા ની સાથે જ મધ્યપ્રદેશ અને સૂરત જીએસટી વિભાગ દ્વારા સુરત થી પાંચ લોકોની ધરપકડ કરી હોવાની હાલમાં પ્રાથમિક માહિતી મળી ગઈ છે.

સાથે એસટી વિભાગ દ્વારા આજે ઓફિસ હતી તેની અંદરથી મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ પણ કબજે કર્યા હોવાની માહિતી મળી રહી છે. ચારથી પાંચ ટેલબ અને ખુરશી ગોઠવીને 500 કંપનીઓના બિલિંગ કરવામાં આવતા હતા.આખો ખેલ માત્ર કાગળો ને છે. આ નાનકડી ઓફિસમાં એક સમયે એકસાથે છથી વધુ વ્યક્તિઓ બેસી શકે તેમ જ નથી.ત્યાં અલગ અલગ કંપનીઓ દર્શાવામાં આવીહતી

આ માસ્ટર માઈન્ડ ધરાવતા ઈસમો જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે તેમણે મહારાષ્ટ્ર, ગુજરાત ને મધ્ય પ્રદેશથી ગરીબોના ઓળખના પુરાવાઓ મેળવીને બોગસ કંપનીઓના નામ આપી જીએસટી રજિસ્ટ્રેશન મેળવી લીધા હતા.જે લોકોના મૃત્યુ થયા હોય કે પછી કોઈ આધાર પુરવા ન હોય તેવા લોકોના ડોક્યુમનેટ ઉભા કરી ને અલગ અલગ લોકોના નામે કંપની બતાવતા હતા.-India News Gujarat

તમે આ વાંચી શકો છો: Indian Currency:RBI ના સર્વેમાં જાણો શું રસપ્રદ વિગતો બહાર આવી

તમે આ વાંચી શકો છો: Copy right વિવાદ સામે હીરા ઉદ્યોગનો એક સૂર

SHARE

Related stories

Latest stories