ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91% Result જાહેર કરવામાં આવ્યું-India News Gujarat
GSEB HSC Result 2022:ગત મહિને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A-1 અને A-2માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે.-India News Gujarat
સુરતમાં રત્નકલાકારની દીકરી ઝળકી
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat board)દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ (GSEB HSC Result 2022) જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે પણ વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે. સુરતમાં (Surat)આ વર્ષે 643 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પાસ થયા છે. જેમાં સુરત આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના (Ashadeep Group Of Schools)વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા છે. સુરતના આશાદીપ સ્કૂલના A1 ગ્રેડમાં 143 વિદ્યાર્થીઓ આવ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતી રત્નકલાકર પરિવારની વિદ્યાર્થિની ગોપી વઘાસીયા પ્રથમ આવી છે. ગોપી વઘાસીયાને 96.28 સાથે એવન ગ્રેડ મળ્યો છે.-India News Gujarat
ગોપીએ જણાવ્યું હતું કે ધોરણ 12 માં ખૂબ મહેનત કરી હતી અને આગામી સમયમાં સીએ બનીને પરિવારને મદદરૂપ થવાની ઇચ્છા છે. પરિવારનું ગૌરવ વધારી નામ રોશન કરવું છે. મારા પિતાને આજે હું એટલું જ કહીશ કે એમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આગામી સમયમાં તેમને નિરાશ થવા નહીં દઉં.
પરિણામ પછી વિધાર્થીઓ ગરબા રમ્યા
પરિણામ જાહેર થયા પછી સુરત આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માથે ફેટા બાંધી ગરબે ઝુમતા જોવા મળ્યા હતા. સારા પરિણામ આવતા બધા જ ખુશ જણાતા હતા. જેનો આનંદ ગરબામાં જોવા મળતો હતો. સ્કૂલ સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.-India News Gujarat